માર્કેટિંગ યાર્ડમાં 10454 બોક્સ કેરીની આવક: જાણો કેસર અને હાફુસ કેરીનો ભાવ

માર્કેટિંગ યાર્ડમાં 10454 બોક્સ કેરીની આવક: જાણો કેસર અને હાફુસ કેરીનો ભાવ
માર્કેટિંગ યાર્ડમાં 10454 બોક્સ કેરીની આવક: જાણો કેસર અને હાફુસ કેરીનો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલની સરખામણીમાં આજે 2427 બોક્સ કેરીની વધારે આવક થઈ છે. આજે કુલ 10454 બોક્સની આવક થઈ છે. જ્યારે ગઈકાલે 8027 બોક્સની આવક થઈ હતી. 10 કિલોના બોક્સના ભાવ સૌથી ઓછા 400 અને સૌથી વધારે 2000 સુધી ભાવ બોલાયા હતા

   કેરીના ભાવ કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 500થી 1200 બોલાયા હતા. જ્યારે બદામ કેરીના 10 કિલોના બોક્સના 400થી 650 રૂપિયા, હાસુફ કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1000થી 2000 રૂપિયા જ્યારે રાજા પુરીના 10 કિલોના બોક્સના 400થી 500 રૂપિયા બોલાયા હતા.

  ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેરીની આવકની વાત કરીએ તો કેસર કેરીના કુલ 8641 બોક્સની આવક થઈ છે, જ્યારે બદામ કેરીના 1084 બોક્સ, હાફુસ કેરીના 707 બોક્સ અને રાજાપુરી કેરીના 22 બોક્સની આવક થઈ છે. આમ કુલ 10454 બોક્સની આવક થઈ છે. ગોંડલમાં ગઈકાલે 6442 બોક્સની આવક થઈ હતી. ગઈકાલે 10 કિલોના બોક્સમાં કેરીના ભાવ 700 રૂપિયાથી 1300 રૂપિયા સુધી રહ્યા હતા.