આઈપીએલ 2023ના ગેરકાયદે સ્ટ્રીમીંગ કેસમાં એકટ્રેસ તમન્ના ભાટિયાને પોલીસનું તેડુ

આઈપીએલ 2023ના ગેરકાયદે સ્ટ્રીમીંગ કેસમાં એકટ્રેસ તમન્ના ભાટિયાને પોલીસનું તેડુ
આઈપીએલ 2023ના ગેરકાયદે સ્ટ્રીમીંગ કેસમાં એકટ્રેસ તમન્ના ભાટિયાને પોલીસનું તેડુ

બોલીવુડ અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયાને પોલીસે સાક્ષી તરીકે હાજર થવા કહેણ મોકલ્યું છે. મહારાષ્ટ્ર સાઈબર ડિપાર્ટમેન્ટે તેને 29 એપ્રિલે રજુ થવાનું કહ્યું છે. ખબર છે કે આઈપીએલ- ઈન્ડીયન પ્રીમીયર લીગના મેચના ગેરકાયદે સ્ટ્રીમીંગ (પ્રસારણ)ના કેસમાં તમન્નાની પુછપરછ કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે તમન્ના પહેલા અભિનેતા સંજય દત પણ પોલીસે હાજર થવા જણાવ્યું હતું પણ સંજય દતે નવી તારીખ માંગી હતી.

અહેવાલો મુજબ ફેરીલે એપ પર આઈપીએલ 2023ના ગેરકાયદે સ્ટ્રીમીંગના કથિત પ્રચારને લઈને તમન્નાને સવાલો કરવામાં આવશે. તેને સાક્ષી તરીકે જુબાની આપવા બોલાવાઈ છે.

એક અહેવાલ મુજબ આ એપ મહાદેવ ઓનલાઈન ગેમીંગ એન્ડ બેટીંગ એપની સહાયક એપ છે. ખબર છે કે, આ એપના કારણે વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ગત સપ્ટેમ્બરે વાયકોમ-18 દ્વારા ફરિયાદ કરાઈ હતી કે ફેરપ્લે પ્લેટફોર્મ ગેરકાયદે આઈપીએલનું સ્ટ્રીમીંગ કરી રહ્યું છે, જેને લઈને વાયકોમને 100 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.