વિરાટ 10 સિઝનમાં 400+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન

વિરાટ 10 સિઝનમાં 400+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન
વિરાટ 10 સિઝનમાં 400+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન

આ સિઝનમાં 400 રનનો આંકડો પાર કર્યો. તે 10 સિઝનમાં 400થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અગાઉ તે સુરેશ રૈના, ડેવિડ વોર્નર, શિખર ધવનની બરાબરી પર હતો. આ ત્રણેય બેટ્સમેનોએ IPLની 9 સિઝનમાં 400થી વધુ રન બનાવ્યા છે. આ સિઝનમાં ડેવિડ વોર્નર અને શિખર ધવનને કોહલી સાથે મેચ કરવાની તક છે.

વિરાટ કોહલીએ IPLમાં ગઈકાલના મેચમાં ઓપનર તરીકે 51 રનની ઇનિંગ સાથે 4 હજાર રન પૂરા કર્યા. આવું કરનાર તે ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા શિખર ધવન, ડેવિડ વોર્નર અને ક્રિસ ગેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. શિખર ધવને ઓપનર તરીકે 202 ઇનિંગ્સમાં સૌથી વધુ 6362 રન બનાવ્યા છે. કે.એલ રાહુલ પણ 4000 રનની નજીક છે.