પ્રવાસીઓને ઠગતો શખ્સ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો

 પ્રવાસીઓને ઠગતો શખ્સ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો
 પ્રવાસીઓને ઠગતો શખ્સ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો

રેલવે સ્ટેશન કે બસસ્ટેશન પર યાત્રીઓને ઉલ્લુ બનાવી ઠગાઈ કરતા ઠગોને જોયા હશે પણ એરપોર્ટ પર લોકોને પોતાની વાતમાં ફસાવીને પૈસા વસુલતા ઠગો બહુ ઓછા લોકોએ જોયા હશે. આવી જ એક ઘટના ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર બની હતી જેમાં એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફની ટીમે યાત્રીઓને ઉલ્લુ બનાવીને પૈસા વસુલનાર યુવકની ધરપકડ કરી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત ખુદને કોલેજનો વિદ્યાર્થી ઓળખાવનાર આંધ્રપ્રદેશનો આ યુવક એરપોર્ટ આવતા લોકો પાસેથી એમ કહીને પૈસા માંગતો હતો કે તેની ફલાઈટ ઉપડી ગઈ છે અને બીજી ફલાઈટમાં ચડવા માટે પૈસા નથી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ઠગ આ રીતે એરપોર્ટ પર અનેક લોકોને ડગી રહ્યો હતો.

આ યુવક પહેલાથી જ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફની નજરમાં હતો. દરમિયાન તે પુણેથી ફલાઈટથી અમદાવાદ આવ્યો હતો અને ઠગાઈ કરવા લાગ્યો તો એલર્ટ મોડ પર મોજૂદ સીઆઈએસએફની ટીમે તેને પકડી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આ ઠગ યુવક આંધ્રપ્રદેશનો મોડેલા વેંકટ દિનેશકુમાર છે. તે જેવો એક બે યાત્રીઓ બાદ આર.અધવાન નામના યાત્રી પાસે પોતાની જુની સ્ટાઈલથી પૈસા માંગતો હતો ત્યારે સીસીટીવી કેમેરા વોચની મદદથી સીઆઈએસએફની ટીમે ઝડપી લીધો હતો.

લોકોના પૈસાથી હવાઈ યાત્રા કરવાનો શોખિન આ ઠગ અગાઉ મુંબઈ-દિલ્હી જેવી જગ્યાએ અનેક વાર પકડાઈને જેલ પણ જઈ ચૂકયો છે. આ યુવકની ઠગાઈનો શિકાર બનેલા લોકો માત્ર 10-15 હજારની રકમને લઈને ફરિયાદ કરવાનું મળતા હતા.