બે માસૂમ બાળકોને ફાંસો આપી માતાએ ગળે ફાંસો ખાધો

બે માસૂમ બાળકોને ફાંસો આપી માતાએ ગળે ફાંસો ખાધો
બે માસૂમ બાળકોને ફાંસો આપી માતાએ ગળે ફાંસો ખાધો

ભુજના કુકમા ગામે કાળજું કંપાવતી ઘટનામાં માતાએ બે માસૂમ બાળકો સાથે આપઘાત કરી જીવ દઈ દીધો હતો. હાલે સાસુ, સસરા પતિ સાથે કુકમા ગામે સયુંકત કુટુંબમાં રહી મજૂરી કામ કરતા સંગીતાબેન વિજય દેત્રોજા (ઉ.વ. ૨૪) અને તેની સાડા ૪ વર્ષની દીકરી સંધ્‍યા તથા દોઢ વર્ષના પુત્ર રાજવીરની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશો મળતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક અનુમાન મુજબ બન્ને બાળકોને ગળે ફાંસો આપ્‍યા બાદ માતાએ જીવ દીધો હશે.  સાંજે ઘરના સૌ સભ્‍યોએ સાથે ચા પીધી હતી ત્‍યારબાદ અન્‍ય સભ્‍યો મજૂરી કામ ઉપર ગયા હતા. તેના અડધા કલાક બાદ આત્‍મહત્‍યાનો આ બનાવ બન્‍યો હતો.

જોકે, અત્‍યારના તબક્કે આપઘાતના બનાવનું કારણ સામે આવ્‍યું નથી. આ પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી અહીં રહેતો હતો. જોકે, પોલીસે આ ગંભીર બનાવની તપાસ શરૂ કરી છે.