વેબ શોની દુનિયામાં ધ બ્રોકન ન્યુઝ નામના શોએ ભારે ચર્ચા જગાવી હતી. હવે આ શોની બીજી સીઝન આવી રહી છે જે ત્રીજી મેના રોજ ઝી ફાઇવ પર સ્ટ્રીમ થશે. આ સિરીઝનું નિર્દેશન વિનય વૈકુલે કર્યુ છે. બીબીસી સ્ટુડિયો પ્રોડક્શન ઇન્ડિયા નિર્મિત આ સિરીઝમાં પત્રકારોના કાલ્પનીક જીવન, જૂઠ, પ્યાર, સંઘર્ષ અને સચ્ચાઇ તેમજ સનસની વચ્ચે તેની લડાઇ દર્શાવવામાં આવશે. સોનાલ બેન્દ્રે, જયદીપ અહલાવત, શ્રીયા પીલગાવકર સાથે ફૈઝલ રાશીદ, ઇન્દ્રનીલ સેનગુપ્તા, સંજીતા ભટ્ટાચાર્ય, તારૂક રૈના સાથે અક્ષય ઓબેરોય, સુચિત્રા પિલ્લઇ, ગીતીકા વિદ્યા સહિતના કલાકારો જોવા મળશે. પહેલી સીઝનમાં રાધા ભાર્ગવ (શ્રીયા) જેલમાં ગઇ હતી. બીજી સીઝનમાં તે જામીન પર છુટને બહાર આવે છે પછી કહાની આગળ વધશે.
Home Latest