આંખો સ્કેન કરીને બેંક ખાતા સુરક્ષિત કરાશે

 આંખો સ્કેન કરીને બેંક ખાતા સુરક્ષિત કરાશે
 આંખો સ્કેન કરીને બેંક ખાતા સુરક્ષિત કરાશે

ડીજીટલ યુગમાં ઓનલાઈન કૌભાંડોની ભરમાર છે ત્યારે તેના પર લગામ કસવા માટે સરકાર અત્યંત મહત્વપૂર્ણ કદમ ઉઠાવવાની તૈયારીમાં છે. બેંકીંગ ઓનલાઈન લેવડદેવડ સુરક્ષિત બનાવવા માટે ગ્રાહકની આંખોની કીકીનો સ્કેનીંગમાં ઉપયોગ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ મામલે રિઝર્વ બેંક સાથે બેંકો ચર્ચા કરી રહી છે.

બેંકીંગ સૂત્રોએ કહ્યું કે ગત મહિને બેઠક થઈ હતી. આ યોજના લાગુ કરવાના પડકારો સહિતના મુદા પર ચર્ચા થઈ હતી અને રિઝર્વ બેંક સાથે બેઠક કરવાનો નિર્ણય લેવાયો હતો. આ યોજના લાગુ કરવામાં અનેક પડકારો છે. મોતિયાના ઓપરેશન કરાયેલા હોય તેવા લોકોના કીકી આધારિત બાયોમેટ્રીક વેરીફીકેશન મુશ્કેલ હોય છે. સર્જરી બાદ તેઓની કીકીમાં બદલાવ આવતો હોય છે પરિણામે વેરીફીકેશન શકય નથી બનતુ.

આંખોની કીકી આધારીત વેરીફીકેશનની યોજના લાગુ થવાના સંજોગોમાં ખાસ કરીને સીનીયર સીટીઝનોને ફાયદો થઈ શકે છે. ઉમર વધતા તેઓની ફિંગરપ્રિન્ટ આવી શકતી નથી. સૂચીત યોજના અંતર્ગત ગ્રાહકના ફીંગરપ્રિન્ટ તથા આંખોની કીકીને સ્કેન કરીને લીંક કરવામાં આવશે.

હાલ આધાર સંલગ્ન પેમેન્ટ પ્રણાલીમાં પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) પર ઓનલાઈન ઈન્ટર ઓપરેબલ નાણાંકીય લેવડદેવડ આધારનો ઉપયોગ કરીને થાય છે.