રાજકોટમાં હવસખોર શખ્સનું વધુ એક મહિલા સાથે દુષ્કર્મ

રાજકોટમાં હવસખોર શખ્સનું વધુ એક મહિલા સાથે દુષ્કર્મ
રાજકોટમાં હવસખોર શખ્સનું વધુ એક મહિલા સાથે દુષ્કર્મ

રાજકોટના કુવાડવા રોડ પર કોરોના સમયે હોટલમાં કોવિડ હોસ્પિટલ ખોલી નાંખનાર બોગસ તબીબ તરીકે પકડાયેલા શખ્સે અનેક યુવતીઓને ફસાવી લગ્ન કરી દુષ્કર્મ ગુજારી મારકૂટ કરી શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે અને અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે માધાપર ચોકડી પાસે રહેતી એક યુવતીને ફસાવી શ્યામ રાજાણીએ યુવતીનો ચાર માસ સુધી દેહ ચૂંથ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ભોગ બનનનાર યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શ્યામ રાજાણી, ,હેમંત રાજાણી, ભારતિબેન રાજાણી અને પારૂલ રાજાણીનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,  આરોપીએ તેણીનો શાદી ડોટ કોમ મારફતે સંપર્ક કર્યો હતો. બાદમાં પરિચય કેળવી વાતચીત શરૂ કરી હતી અને ગઈ તા.22/12/2023 થી શહેરના એક વિસ્તારના ફ્લેટમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન તેણીને જાણવા મળ્યું કે, આરોપીના અગાઉ પણ લગ્ન થઈ ચુકેલ છે. જે વાત તેમના પિતા, માતા અને બહેન જાણતા હોવા છતાં પોતાને જાણ ન કરી હતી.

બાદમાં મહિલાને આરોપી શ્યામ રાજાણી અને અન્ય આરોપીઓએ ઝઘડો કરી અવારનવાર ગાળો આપી હેરાન કરતાં હતાં. તેમજ આરોપીએ અનેકવાર તેણીની મરજી વિરૂદ્ધ માધાપર ચોકડી નજીકના એક ફ્લેટમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. અંતે આરોપીઓથી કંટાળી ભોગ બનનાર પોલીસના શરણે પહોંચી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.બી.જાડેજા અને ટીમે ચારેય આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.

આરોપી વિરૂદ્ધ અગાઉ પણ તેની બીજી પત્નીએ દુષ્કર્મનો ગુનો નોંધાવેલ છે
રાજકોટ,તા.20
કુવાડવા રોડ પર આવેલ હોટલમાં કોવિડ હોસ્પિટલ ખોલી બોગસ તબીબની ડીગ્રી ધારણ કરી લોકોના જીવ સાથે ચેડા કરતાં પકડાયેલા શખ્શ સામે થોડાં સમય પહેલાં રાજકોટમાં પીજીમાં રહેતી 26 વર્ષીય પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેના પતિએ લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર દુષ્કર્મ અને અકુદરતી શરીર સંબંધ બાંધી મારકૂટ કરતો હતો. જે બાદ  ભોગ બનનાર પરિણીતાએ તેના પતિ વિરૂદ્ધ આક્ષેપો સાથેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં પણ મુક્યો હતો.