એક પછી એક ભાવ વધારો!હવે કાર, ટીવી, સ્માર્ટફોન મોંઘા થવા લાગ્યા

એક પછી એક ભાવ વધારો!હવે કાર, ટીવી, સ્માર્ટફોન મોંઘા થવા લાગ્યા
એક પછી એક ભાવ વધારો!હવે કાર, ટીવી, સ્માર્ટફોન મોંઘા થવા લાગ્યા

ફુગાવામાં રાહત જાહેર થતી હોવા છતાં આવશ્યક કે જરૂરીયાતની બની ગયેલી ચીજોના ભાવમાં વધારો ચાલુ જ છે.કાર, ટીવી, મોબાઈલ ફોન જેવી પ્રોડકટો મોંઘી થવા લાગી છે. કાચી સામગ્રીમાં ભાવ વધારાથી તે મોંઘી થયાની ઉત્પાદકોની દલીલ છે. કોપર, એલ્યુમીનીયમ, મેમરી ચીપ્સ, ડીસપ્લે પેનલ, વગેરે મોંઘી થવાની સાથોસાથ કરન્સી માર્કેટમાં રૂપિયો નબળો પડતા બેવડો માર છે.

મારૂતી સુઝુકી, હોન્ડા કાર્સ, ટોયોટા, કિયા જેવી કાર ઉત્પાદક કંપનીઓએ જાણીતા મોડેલોમાં 3 ટકા સુધીનો ભાવ વધારો લાગુ કર્યો છે.કાચા માલનાં ભાવ વધારા તથા માર્કેટની મુવમેન્ટનું કારણ આપ્યું છે. જોકે, કેટલાંક કાર વિક્રેતા સ્ટોક હળવો કરવાના ઈરાદે ડીસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

ઈલેકટ્રોનિકસ ક્ષેત્રમાં સ્માર્ટફોનમાં સીંગલ ડીજીટલનો ભાવ વધારો છે.મેમરી ચીપ્સ તથા ડીસપ્લે પેનલ મોંઘા થવાનું કારણ અપાય છે.હજુ બે-ત્રણ ટકાનો ભાવ વધારો તોળાય રહ્યો છે. મેમરી ચીપ્સ તથા ડીસ્પ્લે પેનલને કારણે છે. નવા લોન્ચ થનારા કોમ્પ્યુટરમાં પણ ભાવ વધારાનો ડામ લાગી શકે છે. કોમ્પ્યુટરના જુના મોડેલોમાં ડીસ્કાઊન્ટ ઓફર અટકાવી દેવામાં આવી છે. સ્માર્ટ ફોનના જુના મોડેલમાં પણ સમાન સ્થિતિ છે.

માર્ચના ત્રિ-માસીક ગાળામાં પેનલ મોંઘી થતા અનેક નાના ટેલીવીઝન બ્રાંડમાં 5 થી 7 ટકાનો ભાવ વધારો કરી દેવાયો હતો.ડીસ્પ્લે માટેનાં મહત્વના પાર્ટસ એવા પેનલનો જ મોટો ખર્ચ હોય છે.મોટી ટીવી બ્રાંડ કંપનીઓ પણ તુર્તમાં ભાવ વધારશે.

લેનોનો ઈન્ડીયાના મેનેજીંગ ડાયરેકટર શૈલેન્દ્ર સીયાલે કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કેટલાંક ઉપકરણોમાં ભાવ વધારાનો માહોલ છે. ડીકસોન ટેકનોલોજીનાં મેનેજીંગ ડાયરેકટર અતુલ લાલનાં કથન પ્રમાણે કોપર, એલ્યુમીનીયન ઝીંક અને અમુક પોલીમર્સનાં ભાવ વધ્યા છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં પ્રત્યાઘાત છે.

મારૂતી સુઝુકી ટોપ વેચાણ ધરાવતી સ્વીફટમાં 25000 તથા ગ્રાન્ડ વિટારાનાં 19000 નો ભાવ વધારો કર્યો હતો.અમુક મોડેલોમાં અનરૂફનાં ફીચર્સ આપતી કિયાએ આવા મોડેલનાં ભાવ 3 ટકા વધાર્યા છે. જયારે અન્યનાં એક ટકાનો ભાવ વધારો કર્યો છે. કરન્સી મુવમેન્ટ-રૂપિયાની નબળાઈની અસર ખાળવા આ ભાવ વધારો કરાયો છે.

મોટા ભાગની કંપનીઓની ભાવ રણનીતિ ડોલર સામે રૂપિયાનાં 82 ના મુલ્ય આધારીત હતી. પરંતુ કેટલાંક વખતથી આ સ્તર 83.5 સુધી પહોંચી ગયુ છે. ભાવ વધારો છતાં ડીમાંડને કોઈ મોટો ફર્ક નહીં પડવાનું મોટાભાગની કંપનીઓ માની રહી છે.

સેમસંગ ઈન્ડીયાના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ મોહનદીપસિંહે કહ્યું કે ગ્રાહકો દર 6 કે 7 વર્ષે ટેલીવીઝન અપગ્રેડ કરતા હોય છે. અમુક ટકાના ભાવ વધારાથી તેઓ પ્લાન બદલાવતા નથી.

કિયા ઈન્ડીયાનાં માર્કેટીંગ વિભાગનાં વડા હરદીપસિંહ બ્રારે કહ્યું કે, પાછલા છ માસમાં નવરાત્રી દિવાળી સહીતની ફેસ્ટીવલ સિઝનથી ડીમાંડ ઉંચી હતી. માર્કેટમાં અમુક ઓછા વેચાતા મોડેલ પર થોડુ ઘણુ ડીસ્કાઊન્ટ છે.હવે ચૂંટણીની સિઝન છે.આચારસંહીતાના કારણે રોકડ સહીતનાં વ્યવહારોની ઈફેકટની ચાલુ માસનાં વેચાણ કેવા રહે છે તેના પર નજર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ કવાર્ટરમાં ટેલીવીઝનના વેચાણમાં 7 થી 8 ટકા, સ્માર્ટ ફોન શીપમેન્ટમાં 10 ટકા તથા કારના વેચાણમાં 11.5 ટકાનો વધારો હતો. ઈલેકટ્રોનિકસ પ્રોડકટના અંદાજીત બે વર્ષ બાદ ભાવ વધારો થયો છે.