ગુજરાતના આ શહેર માં બાંધણીનું અદ્ભૂત હેન્ડવર્ક…!

ગુજરાત આ શહેર માં બાંધણીનું અદ્ભૂત હેન્ડવર્ક...!
ગુજરાત આ શહેર માં બાંધણીનું અદ્ભૂત હેન્ડવર્ક...!

 બાંધણીની દુનિયામાં જામનગરનો વિશ્ર્વભરમાં કયાંય જોટો ન મળે. વર્ષોથી જામનગરની બાંધણીએ વિશ્ર્વભરમાં નગરનું નામ ચમકાવ્યું છે. જામનગરમાં 600 રૂપિયાથી માંડી 80 હજારની કિંમતની રંગબેરંગી અને નયનરમ્ય બાંધણી મળી રહી છે. જામનગર, ગુજરાત તો ઠીક પણ નગરની આ બાંધણીની વિશ્વભરમાં પણ વર્ષોથી બોલબાલા છે જે આજે પણ યથાવત રહેવા પામી છે. શહેરમાં અનેક પરિવારો 100 વર્ષથી પણ વધુ સમયથી બાંધણીની આ કારીગરાઇ સાથે પ્રત્યે અને પરોષ રીતે રોજગારી મેળવી રહ્યા છે. મંદી-મોંઘવારીના સમયમાં પણ બાંધણીની માંગ અકબંધ રહેવા પામી છે. બાંધણીનું કાચુ કાપડા બેંગ્લોર, બનારસ અને સુરતથી મંગાવવામાં આવે છે. જેમાં આબેહુબ બંધેજ કામ કરી બાંધણીનું રૂપ આપવામાં આવે છે. જે વિશ્વભરમાં વેચાઇ છે.

સમયથી સાથે આ કારીગરાઇમાં પણ પરિવર્તન આવ્યું અને પહેલાના સમયમાં માત્ર એકથી બે કલરમાં જ બાંધણી બનતી હતી. પરંતુ હવે 30 થી 40 જેટલા કલરમાં બાંધણી બને છે. ખાસ વાત એ છે કે, જામનગરની બાંધણીમાં સાચી ચાંદીની ઝરી પણ હોય છે અને જે જામનગરની કળાનો અદ્ભુત, આર્કષક અને બેનમુન નુમનો છે.

કોરોના બાદ ગત લગ્નસરાની સિઝન ધોમ ખરીદી ખુલતા વેપારીઓને પણ સારી એવી કમાણી થઇ હતી. જામનગરમાં બાંધણીની અનેક દુકાનો આવેલી છે  બાંધણી સાડી પટોળાની દુનિયામાં જામનગરનું મહત્વનું સ્થાન ગણાય છે.  જામનગરની આ બાંધણી ઓનલાઈન પણ મળી જાય છે અને કુરિયર પણ કરી આપવામાં આવે છે. 

♦ બાંધણીની વેરાયટી અને કિંમત

બાંધણીના ભાવ અને વેરાયટીની વાત કરવામાં આવે તો જામનગરમાં આ સાડીની વેરાયટીઓનો ખજાનો છે. ગઢવાલ બાંધણીનું 3500 રૂપિયામાં વેચાણ થાય છે. જયારે ગજસિલ્ક તરીકે ઓળખાતી બાંધણી 7 હજાર રૂપિયા સુધીમાં વેચાઇ રહી છે. એ જ રીતે બાંધણીની અન્ય એક વેરાયટી  અજરખ વિથ બધેજ જે રૂા.4750 સુધીમાં વેચાઇ છે. ઉપરાંત મોરદાન ગજજીના રૂા.6750, સેમી ગજજી રૂા.5750, પટોળા વીથ બાંધણી રૂા.3900, ગજજી ચેકસ, ઘરચોળા રૂા.6250, લખનવી વિથ બાંધેજ રૂા.34250, રિયલ જરી રૂા.42 હજાર (સાચી ચાંદીની જરી હોય છે.), બનારસી જોરજીત રૂા.47500, ગજસિલ્ક રૂા.16250, બનારસી સિલ્ક રૂા.52 હજારમાં મળે છે. આ ઉપરાંત 70 થી 80 હજાર સુધીની બાંધણી પણ ઓર્ડર પ્રમાણે વેચાણ કરવામાં આવે છે.