કલાયમેટ ચેઈન્જ અર્થતંત્રને ભાંગી નાખશે : 2050 સુધીમાં 39 ખરબ ડોલરનું નુકશાન થશે

કલાયમેટ ચેઈન્જ અર્થતંત્રને ભાંગી નાખશે : 2050 સુધીમાં 39 ખરબ ડોલરનું નુકશાન થશે
કલાયમેટ ચેઈન્જ અર્થતંત્રને ભાંગી નાખશે : 2050 સુધીમાં 39 ખરબ ડોલરનું નુકશાન થશે

કલાયમેટ ચેઈન્જના પ્રભાવ હેઠળ દુનિયાભરનાં દેશોમાં હવામાનમાં અસામાન્ય બદલાવ થતા રહ્યા છે.હવે તેનો અર્થતંત્રને મોટો ફટકો લાગી શકે છે. 2050 સુધીમાં વાતાવરણનાં આ ઘટનાક્રમોની અસરથી વૈશ્વિક આવકમાં 19 ટકાનો ઘટાડો થઈ શકે છે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આવક 22 ટકા ઘટી શકે છે.

સંશોધન રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે, વાયુ મંડળમાં અગાઉથી મૌજુદ ગ્રીનહાઉસ ગેસ તથા સામાજીક-આર્થિક કનેકશનને કારણે વૈશ્વિક આવકમાં ઘટાડો શકય છે. અર્થતંત્રનો આ ફટકો દુનિયાનાં તમામ દેશોને લાગશે.

ભારતની વાત કરવામાં આવે તો 22 ટકાનો ફટકો હશે.જે વૈશ્વિક સરેરાશ કરતા ત્રણ ટકા વધુ હશે.કાર્બન ઉત્સર્જનમાં આજથી કાપ મુકવાનું શરૂ થાય તો પણ અર્થતંત્રની અસરમાંથી બચી નહીં શકાય અને 2050 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં આવક 19 ટકા ઘટવાનું નિશ્ચિત છે.

જર્મનીના પોટસડેમ ઈન્સ્ટીટયુટ ફોર કલાયમેટ ઈમ્પ્લેટ રીસર્ચનાં વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લા 40 વર્ષ દરમ્યાન દુનિયાભરના 1600 થી વધુ ક્ષેત્રોનાં જલવાયું પરિવર્તન સંલગ્ન આર્થિક અસરોનો અભ્યાસ કરીને આ સંશોધન રીપોર્ટ તૈયાર કર્યો છે. નેચરમાં પ્રકાશીત રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ઉતરીય અમેરિકા, યુરોપ સહીત મોટાભાગનાં ક્ષેત્રોમાં આવકમાં મોટો ઘટાડો થવાનું અનુમાન છે.

દક્ષિણ એશીયા તથા આફ્રિકા સૌથી વધુ પ્રભાવીત થશે. વૈશ્વિક વાર્ષિક નુકશાનનું અનુમાન 2050 સુધીમાં 38 ખરબ ડોલરનું ગણાય છે. જેની સંભવીત રેન્જ 19 થી 59 ખરબ ડોલરની અંદાજાય છે.કાયમી ગરમ પ્રદેશોનાં દેશો સૌથી વધુ પ્રભાવીત થશે.

વૈજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે જલવાયું પરિવર્તનની આવતા 25 વર્ષોમાં દુનિયાભરનાં તમામ દેશોમાં અસર થવાનું સુચવાય રહ્યું છે. જર્મની, ફ્રાંસ, અમેરિકા જેવા વિકસીત દેશો પણ તેમાંથી બચી નહીં શકે.આ માર રોકવા માટે બહુ મોટા પ્રયાસો કરવા પડે તેમ છે. ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરવો પડશે. અન્યથા 2100 સુધીમાં વૈશ્વિક આર્થિક આવક નુકશાન 60 ટકાએ પહોંચી જશે.