કારખાનામાં કામ કરતા બે શ્રમિકો નીચે પટકાયા: બંનેને ઇજા

કારખાનામાં કામ કરતા બે શ્રમિકો નીચે પટકાયા: બંનેને ઇજા
કારખાનામાં કામ કરતા બે શ્રમિકો નીચે પટકાયા: બંનેને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસેના સાઈન ફેબ્રિકેશન નામના યુનિટમાં મજૂરી કામ કરતા અને હાલ મોરબીના અંદરણા રહેતા તેમજ મૂળ દેવગઢ તા.માળીયા મીંયાણાના રહેવાસી ગોવિંદસિંહ રૂપસિંહ રાજપુત નામના 23 વર્ષનો યુવાન યુનિટમાં ઊંચાઈ ઉપર કામ કરતો હતો.તે દરમિયાન 20 ફૂટ જેટલી ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ પહોંચી હતી.જેને પગલે તેને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર જ રંગપર ગામ પાસે આવેલા વિરાટનગર નજીકના ગ્રીસ સીરામીકમાં બન્યો હતો.જેમાં સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો અજયભાઇ બાબુભાઈ નામનો યુવાન યુનિટમાં ઊંચાઈ ઉપર કામ કરતો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને સારવાર માટે મોરબીના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.હાલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતા આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
 

પોલીસ કાર્યવાહી
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ડીવાયએસપી વી.બીજાડેજા દ્વારા લૂંટ, મારામારી અને એટ્રોસિટી સહિતના બનાવ સંદર્ભે મોરબીના પીપળી ગામના કરણસિંહ રાજુભા ઉર્ફે સજુભા ઝાલા (ઉંમર 45) ને મોરબીના પીપળી હામેથી રાઉન્ડઅપ કરાયા હતા અને તે સંદર્ભે મોરબી તાલુકા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી હાલ આ બાબતમાં સુરેન્દ્રનગર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
 

બાળકી સારવારમાં
મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલા લાલપર ગામ પાસેના હોમ ડેકોર સિરામિક નજીક રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની રોશનીબેન પપ્પુભાઈ ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી રમતા રમતા ડીઝલ પી ગઈ હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા બનાવ અંગે હિતેશભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.