6 મેચમાંથી 3 વખત 0 પર આઉટ થનાર મેક્સવેલે આઈપીએલ માંથી આરામ લીધો

6 મેચમાંથી 3 વખત 0 પર આઉટ થનાર મેક્સવેલે આઈપીએલ માંથી આરામ લીધો
6 મેચમાંથી 3 વખત 0 પર આઉટ થનાર મેક્સવેલે આઈપીએલ માંથી આરામ લીધો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે થોડા સમય માટે IPL 2024માંથી બ્રેક લીધો છે. જો કે તે ક્યારે પરત ફરશે તે સ્પષ્ટ નથી. મેક્સવેલે પોતાને માનસિક અને શારીરિક આરામ આપવા માટે આ કર્યું છે.

IPL 2024માં અત્યાર સુધી રમાયેલી મેચોમાં મેક્સવેલનું પ્રદર્શન સારું રહ્યું નથી . તેણે આ સિઝનમાં રમાયેલી 6 ઇનિંગ્સમાં માત્ર 32 રન બનાવ્યા હતા, જેમાં તે ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. જોકે, IPLમાં આવતા પહેલા તે જબરદસ્ત ફોર્મમાં હતો.

તેણે ગયા વર્ષે નવેમ્બરથી IPLની શરૂઆત સુધી રમાયેલી 17 T20 મેચોમાં 42.46ની એવરેજ અને 185.85ની સ્ટ્રાઈક રેટથી 552 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી પણ ફટકારી હતી.

SRH સામેની પ્લેઈંગ ઈલેવનમાંથી પોતાને બાકાત રાખવાની વિનંતી
આઈપીએલની શરૂઆતની મેચોમાં ખરાબ પ્રદર્શનને કારણે તેણે સોમવારે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાંથી પોતાને બાકાત રાખ્યો હતો.

ગ્લેન મેક્સવેલે કહ્યું કે, તેણે પોતે સનરાઇઝર્સ સામેની મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો કારણ કે તેને લાગ્યું કે તે સકારાત્મક યોગદાન આપી શકવા સક્ષમ નથી. મેક્સવેલે કહ્યું, ‘પ્રારંભિક મેચોમાં મારું પ્રદર્શન સારું નહોતું. આવી સ્થિતિમાં મારા માટે આ નિર્ણય લેવો સરળ હતો.

મેં છેલ્લી મેચ બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને કોચ સાથે વાત કરી અને કહ્યું કે અન્ય કોઈ ખેલાડીને તક આપવી જોઈએ. હું પહેલા પણ આવી પરિસ્થિતિમાં હતો, જ્યાં તમે રમતા રહો છો અને તમારી જાતને વધુ મુશ્કેલીમાં મુકો છો. હવે મારા માટે માનસિક અને શારીરિક રીતે આરામ કરવાનો યોગ્ય સમય છે.