હવે ‘મેઈડ-ઈન-ઈન્ડિયા’ બુલેટ ટ્રેન દોડશે

હવે ‘મેઈડ-ઈન-ઈન્ડિયા’ બુલેટ ટ્રેન દોડશે
હવે ‘મેઈડ-ઈન-ઈન્ડિયા’ બુલેટ ટ્રેન દોડશે

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટ આગળ ધપી જ રહ્યો છે. આ પ્રોજેકટ જાપાનની ટેકનોલોજી-નાણાંકીય મદદથી હાથ ધરાય રહ્યો છે તેવા સમયે ભારત સરકારે હવે 250 કીમીથી અધિકની સ્પીડ સાથેની સ્વદેશી બુલેટ ટ્રેન પ્રોજેકટ તૈયાર કર્યો છે. ભારતમાં અત્યારે દોડતી કોઈપણ ટ્રેન કરતાં આ નવી ટ્રેનની ગતિ વધુ હશે.

કેન્દ્ર સરકારનાં સુત્રોએ કહ્યું કે, હાલ વંદે ભારતની મહતમ સ્પીડ 220 કીમીની છે. તેના કરતાં પણ વધુ ગતિની ટ્રેનનો પ્રોજેકટ તૈયાર કરાયો છે. વંદે ભારતના પ્લેટફોર્મ પર તેનું નિર્માણ થશે.ભારતીય રેલવેની ચેન્નાઈ સ્થિત ઈન્ટીયલ કોચ ફેકટરી ખાતે તેની ડીઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે. વૈશ્ર્વીક સ્તરે ફ્રાંસ તથા જાપાનમાં 250 કીમીની હાઈસ્પીડ ટ્રેન દોડે છે.

ભારતમાં ચાલી રહેલો બુલેટ ટ્રેન પ્રોજેકટ જાપાનીઝ ટેકનોલોજી આધારીત છે અને તેની ગતિ 320 કીમીની રહેવાની છે. બુલેટ ટે્રન પ્રોજેકટ વચ્ચે ભારતીય ટ્રેનોની સ્પીડ વધારવા પર ફોકસ શરૂ કરાયુ છે. વર્તમાન વંદેભારત ટ્રેન બાવન સેક્ધડમાં 100 કીમી સુધીની ગતિ હાંસલ કરી શકે છે જયારે બુલેટ ટે્રનને આ માટે 54 સેક્ધડ લાગે છે.

વર્તમાન વંદેભારત ટ્રેન ચેન્નાઈની ઈન્ટ્રીયલ કોચ ફેકટરીમાં જ તૈયાર કરાઈ છે. મેઈડ-ઈન-ઈન્ડીયા બુલેટ ટ્રેન ઉતર દક્ષિણ તથા પૂર્વીય કોરીડોરમાં દોડાવવામાં આવશે. આ નવા કોરીડોરની તાજેતરમાં જ જાહેરાત થઈ છે. નવા કોરીડોરમાં સ્વદેશી અને ઉચ્ચ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પશ્ચિમી (ગુજરાત-મુંબઈ) કોરીડોરમાં જાપાની ટેકનોલોજીની બુલેટ ટ્રેન દોડવાની છે.આ માટે જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીએ 40,000 કરોડની લોન આપી છે.

આ પ્રોજેકટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડનો થવાનો છે. આ પ્રોજેકટ માટેનું 300 કીમીનું પીપર કામ પૂર્ણ થઈ ગયુ છે. 508 કીમીનાં રૂટ પરની જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ જ ચુકી છે.