સૂર્યદેવતા ફરી કાળઝાળ: મહુવામાં -43, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી

સૂર્યદેવતા ફરી કાળઝાળ: મહુવામાં -43, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી
સૂર્યદેવતા ફરી કાળઝાળ: મહુવામાં -43, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે સવારે હવામાન પલ્ટા બાદ બપોરથી ફરી સૂર્ય દેવતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક સ્થળોએ 40 થી 42 ડિગ્રી જેટલુ મહત્તમ તાપમાન નોંધાયું હતું.ગઈકાલે હાઈએસ્ટ મહુવા ખાતે -43 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં-42.3 તથા રાજકોટ ખાતે 41.5 અમરેલીમાં 41.8, ભુજમાં 40.1, નલિયામાં 40.2, ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતુ.

કેશોદમાં કાળઝાળ ગરમીમાં તાપમાન નો પારો દિવસે ને દિવસે  ઉંચો જય રહીયો છે અને ગયકાલે 42 – 43ડીગ્રી જેટલું  તાપમાન  જોવા મળેલ હતું અને એકથી છ વાગ્યા સુધી તો રોડ પર અગ્નિ વરસતી હોય તેવો તાપનો રોડ પર નિકળતાં લોકો એ કરવો પડીયો હતી.

ત્યારે આવા ઉનાળા ના આકરા તાપમાન લોકો પોતાના કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ અને જરૂરી હોયતો શરિર ને તમામ રીતે ઢાંકી  અને માથે ઠંડુ કપડું બાંધીને જ બહાર નિકળવવું જોઈએ તેવું જાણકાર લોકો નું કહેવુ છે ત્યારે આવા સમયે કેશોદ જુનાગઢ ના જાહેર માગોે પર પણ વાહનોની અવર જવર ધટી હોય તેમ રોડ રસ્તા પર ધોમધમતાં તાપ ને લયને અવર જવર પણ ધણી ઓછી જોવા મળી રહી છે,તથા ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહ્યું છે.

આજે  ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  39.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 29% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી તથા જામનગરમાં  સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. અને ભેજનું પ્રમાણ 95 ટકા પહોંચ્યું છે. આગામી તા.21 એપ્રિલ સુધી હવામાન સૂકૂ અને મધ્યમ વાદળછાયું રહેવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરી છે.

જામનગરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે આજે શહેરમાં મહતમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું તો લઘુતપ તાપમાનનો પારો 26 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.જયારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું છે.તો પવનની ગતિ પ્રતિકલાક 7.9 કિમિ રહી છે.સોરઠમાં હાલ ઉનાળાએ અસલ રૂપ ધારણ કરી લીધુ હોય તેમ બપોરના 11 બાદ સૂર્યનારાયણ સોળે કળાએ ખીલ્યા હોય તેમ આકાશમાંથી અગ્નિના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે

. અધુરામાં પુરૂ ગીરનારના કાળમીંટ પથ્થરો તપીને અગ્નિનો પહાડ બન્યો હોય તેમ મોડી સાંજ સુધી ગરમ પવન સાથે લુંનો પવન ફુંકાઈ રહ્યો છે. બે દિવસમાં લોકો પશુ પક્ષીઓ જીવ જંતુઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રોડ રસ્તાઓ મોડી સાંજ સુધી સુમસામ જોવા મળી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારૂ ઉંચો જશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.