ટ્રક પાછળ એકટીવા અથડાતા બે સિવિલ એન્‍જિનિયરના મોત

ટ્રક પાછળ એકટીવા અથડાતા બે સિવિલ એન્‍જિનિયરના મોત
ટ્રક પાછળ એકટીવા અથડાતા બે સિવિલ એન્‍જિનિયરના મોત

તાલુકાના ચરાડવા ગામ નજીક બંધ પડેલા ટ્રક પાછળ એક્‍ટીવા અથડાતા સિવિલ એન્‍જિનિયરનું કામ કરતા બે આશાસ્‍પદ યુવાનના મોત નિપજયા હતા.

વિગતો મુજબ હળવદ-મોરબી રોડનું કામ હાલ ચાલુ હોય અને આ રોડના કામમાં સિવિલ એન્‍જિનિયર તરીકે કામ કરતા અને હાલ ચરાડવા ખાતે રૂમ ભાડે રાખી રહેતા મૂળ ચોટીલાના દેવપરા ગામના જયરાજભાઇ દેવશીભાઈ સાકરીયા અને યુ.પીના રાજેશસિંગ પઠાણસિંગ બંને રવિવારે સાંજે મોરબી તરફથી ચરાડવા તરફ આવી રહ્યા હતા ત્‍યારે ચરાડવા પાસે રોડ પર પડેલ ટ્રક નંબર આરજે -૫૨-૯૧૨૯ પાછળ એકટીવા ઘુસી જતા જયરાજભાઈનું ઘટના સ્‍થળે જ મોત નીપજયું હતું.જયારે રાજેસસિંગ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્‍યા હતા જયાં તેઓનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું છે. હાલ હળવદ પીએસઆઇ અંબારિયા દ્વારા મૃતક જયરાજભાઇના ભાઈ મહેશભાઈ સાકરીયાની ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ આગળની તપાસ હાથ ધરી છે.