ધોરાજી પોલીસે બે સ્થળે રેઇડ કરી વર્લીફિચરના આંકડા લેતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.
ધોરાજી બસ સ્ટેન્ડ પાસે પો.કો. શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં વર્લીના આંકડા લેતા પરેશ ભીખાભાઇ બદલપરા રે.કરેણી રોડ ધોરાજીને રોકડા રૂા.૧૧,૬૯૦ તથા વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. તેમજ ધોરાજી બાવલા ચોકમાં એ.એસ.આઇ. મહેશભાઇ રાડા સહિતના સ્ટાફે રેઇડ કરી વર્લીના આંકડા લેતા નીતીન ચુનીલાલ ગોહેલ રે.સોની બજાર કામદાર બંધ ગલી ધોરાજીને રોકડા રૂા.૧૩,૧૭૦ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ નીતીન મુઝફરમીંયા બસીરમીંયા બુખારી પાસે કપાત કરાવતો હોવાનું ખુઁલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.