એક એવી રેસ્‍ટોરન્‍ટ, જયાં ટાઈમ લિમિટમાં જમી લેવું ફરજિયાત છે!

એક એવી રેસ્‍ટોરન્‍ટ, જયાં ટાઈમ લિમિટમાં જમી લેવું ફરજિયાત છે!
એક એવી રેસ્‍ટોરન્‍ટ, જયાં ટાઈમ લિમિટમાં જમી લેવું ફરજિયાત છે!

જયારે આપણે પરિવાર સાથે રેસ્‍ટોરન્‍ટમાં ખાવા જઈએ ત્‍યારે બે -અઢી કલાક સુધી મસ્‍ત ગપાટાં મારતા આરામથી જમતા હોઈએ છીએ.. પણ વિચારો કે તમે કોઈ રેસ્‍ટોરન્‍ટમાં જમવા ગયા અને ત્‍યાં તમને કોઈ ફિક્‍સ ટાઈમ આપી દેવામાં આવે કે બસ આટલા સમયમાં તમારે જમી જ લેવાનું છે તો..?

સામાન્‍ય રીતે આવું થતું નથી, પરંતુ આજકાલ એક એવી રેસ્‍ટોરન્‍ટ ચર્ચામાં છે, જયાં વ્‍યક્‍તિને ખાવા માટે માત્ર ૯૦ મિનિટ એટલે કે દોઢ કલાકનો સમય મળે છે. જો તમે આ સમયની અંદર ખાવાનું પૂરું નહીં કરો, તો તમને અધૂરું ખાવાનું મૂકીને બહાર કરી દેવામાં આવે છે. લોકો તેમના ફ્રેન્‍ડ ફેમિલી સાથે ખાવા-પીવા માટે રેસ્‍ટોરન્‍ટમાં જાય છે અને ત્‍યાં શાંત અને મનોરંજક પળો પસાર કરવા માંગે છે પરંતુ અમેરિકાના ન્‍યૂયોર્ક શહેરમાં આવેલ એક રેસ્‍ટોરન્‍ટને લોકોનું આ વલણ પસંદ નથી આવતું.

ન્‍યૂયોર્ક શહેરના ચાઈના ટાઉન વિસ્‍તારમાં યેઝ એપોથેકરી નામની એક રેસ્‍ટોરન્‍ટ છે જયાં એક એવા વિચિત્ર નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ્‍સ અનુસાર ક્રિસ્‍ટીના ઇઝો નામની એક મહિલા તેના મિત્રો સાથે આ રેસ્‍ટોરન્‍ટમાં જમવા ગઈ હતી અને પહેલા એમને ઓર્ડર કર્યો અને વાતો કરતાં તેનો ડિનર કરવા લાગ્‍યા પણ આ પછી એમને ફરીથી કંઈક ઓર્ડર કરવાનું વિચાર્યું અને આ માટે એમને મેનુ કાર્ડ માંગ્‍યું પણ વેઇટરે મેનુ કાર્ડ આપવાની ના પાડી દીધી. 

તેણી કહેવામાં આવ્‍યું કે સમય વીતી રહ્યો છે અને એમને આપવામાં આવેલ ૯૦ મિનિટ ઓલમોસ્‍ટ પૂરી થવા માટે આવી છે અને આ કારણે તેઓ બીજું કંઈપણ ઓર્ડર કરી શકશે નહીં અને ટેબલ પણ ખાલી કરવું પડશે. એમ પણ કહેવામાં આવે છે કે માત્ર આ એક રેસ્‍ટોરન્‍ટમાં નહીં પણ ન્‍યુયોર્કના ઘણા રેસ્‍ટોરન્‍ટમાં આવી ટાઈમ લિમિટ રાખવામાં આવી છે