ચાલુ અર્ધો માસ વિતી ગયો છતાં રાજયનાં 50 ટકા વેપારી તુવેરદાર-ચણા-ખાંડ-મિઠાથી વંચિત

ચાલુ અર્ધો માસ વિતી ગયો છતાં રાજયનાં 50 ટકા વેપારી તુવેરદાર-ચણા-ખાંડ-મિઠાથી વંચિત
ચાલુ અર્ધો માસ વિતી ગયો છતાં રાજયનાં 50 ટકા વેપારી તુવેરદાર-ચણા-ખાંડ-મિઠાથી વંચિત

ચાલુ માસનાં 15-દિવસ વિતી જવા છતા આજ સુધી રાજકોટ સહિત અનેક જિલ્લા ઓમાં, ખાંડ-મિઠું-ચણા અને તુવેરદાળ,નો જથ્થો રેશનીંગના વેપારીઓને મળ્યો ન હોય લાભાર્થીઓમાં દેકારો જાગ્યો છે.ત્યારે આ પ્રશ્ર્ને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી હિતુભા જાડેજા એ રાજયના પુરવઠા મંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ રજુઆતમાં એસોસિએશનના હોદેદારોએ જણાવેલ છે કેએપ્રિલ 2024 ના માસ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અન્ન સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં ચોખા અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ લાભાર્થીઓને આપવા પાત્ર ખાંડ મીઠું ચણા તથા તુવેર ડાળનો જથ્થો આજ 15 તારીખ થવા છતાં મોટા ભાગનીદુકાનો ઉપર પહોંચાડવામાં નાગરિક પુરવઠા નિગમ નિષ્ફળ નીવડ્યું છે મોટાભાગના જિલ્લામાં ખાંડ મીઠું ચણા અને તુવેરદાળનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ નથી ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી કલ્યાણકારી યોજના હેઠળનો ખાંડ મીઠું ચણા તથા તુવેરદાળનો જથ્થો રેગ્યુલર રીતે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે

ત્યારે આ જથ્થો મહિનાની શરૂઆતમાં જ દુકાન સુધી પહોંચે એ માટે જરૂરી તમામ કાર્યવાહી નાગરિક પુરવઠા નિગમની રહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક નિગમમાં કામ કરતા સંબંધિત અધિકારીઓ દ્વારા પોતાના કામમાં નિષ્કાળજી દર્શાવી કે કોઈ અન્ય કારણોસર આવો જથ્થો મહિનાના અંતમાં ગોડાઉન ઉપર આપવામાં આવે છે અને ગોડાઉન ખાતેથી આ જથ્થો મહિનાના છેલ્લા બે કે ત્રણ દિવસ બાકી રહેતા હોય ત્યારે દુકાન ઉપર પહોંચાડવામાં આવે છે તેના લીધે લાભાર્થીઓ આ યોજનાના લાભથી વંચિત રહે છે

છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની વ્યવસ્થા ગુજરાતના મોટાભાગના જિલ્લાના ગોડાઉન ઉપર વારંવાર બની રહી છે અનેક વખત એસો ની રજૂઆત છતાં આપના વિભાગ હેઠળના અધિકારીઓ આં રજૂઆત બાબતે ગંભીરતાથી કામ કરતા નથી અને માત્ર પેપર ઉપર સરકારશ્રી માં કામ બતાવીને સંતોષ માને છે હાલમાં લોકસભાની ચૂંટણીના સમયમાં પણ નિગમ સમયસર જથ્થો પહોંચાડી શકતું નથી જેના પરિણામે ગ્રાહકોની નારાજગી પણ સરકાર સામે.વધી રહી છે આ હકીકત છે આના લીધે ગુજરાતના દુકાનદારોને કમિશનની પણ ખોટ ખાવી પડે છે એક તરફ કુપોષિત આવક ધરાવતા દુકાનદારો અને બીજી તરફ પુરવઠા નિગમની મનમાનીથી દુકાનદાર પરેશાન થઈ ગયો હોય આ બાબતે યોગ્ય આદેશ આપવો જરૂરી છે.