બાઇક ફેરવવા ન આપનાર બે વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો

 બાઇક ફેરવવા ન આપનાર બે વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો
 બાઇક ફેરવવા ન આપનાર બે વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો

જામનગરમાં માથાભારે શખ્સ દિવલા ડોને ફરીથી પોત પ્રકાશ્યું હોવાની ઘટના સામે આવી છે. કુખ્યાત દિવલા ડોને બાઇક પર જઇ રહેલાં બે વિદ્યાર્થીને અટકાવી બાઇક ફેરાવવાની માંગણી કરી હતી. વિદ્યાર્થીઓએ બાઇકની ના પાડતા માથા ફરેલ દિવલો ઉશ્કેરાઇ ગયો હતો અને બન્ને યુવાનો પર છરી વડે હુમલો કર્યાનો મામલે પોલીસ મથકે પહોંચ્યો છે. જેને પગલે પોલીસે આરોપી દિવલા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરના ગાંધીનગર નજીક મોમાઇનગર શેરી નં.4માં રહેતાં પૃથ્વીરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને તેનો મિત્ર કુલદિપસિંહ જાડેજા બાઇક લઇને શાંતિનગરમાંથી પસાર થઇ રહ્યાં હતાં આ દરમિયાન દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોને પૃથ્વીરાજસિંહની ગાડીને આંતરી લઇ બાઇક મને ફેરવવા આપ તેમ કહી બાઇકની માંગણી કરી હતી. જો કે પૃથ્વીરાજસિંહે બાઇક આપવાની ચોખ્ખી મનાઇ કરી દેતાં દિવલાનો પિત્તો ગ્યો હતો. દિવલાએ છરી કાઢી પ્રથમ પૃથ્વીરાજસિંહ પર હુમલો કર્યો હતો.

જેમાં બાઇક સવાર કુલદિપસિંહ જાડેજાએ દિવલાને અટકાવતા આરોપીએ તેની ઉપર પણ છરી વડે હુમલો કરી દીધો હતો. જેને લઇને બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવાની નોબત આપી હતી. આ મામલે બન્ને આંગણી અને હાથના ભાગે ઇજા થયાનું બહાર આવ્યુું છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનોએ દિવલા ડોન સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલા સહિતની કલમ અનુસાર કુખ્યાત શખ્સ સામે ગુન્હો નોંધી શોધખોળ આદરી છે.