‘તને કામ કરવા જ લાવેલ છીએ’ કહીં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ પાઈપથી માર માર્યો

‘તને કામ કરવા જ લાવેલ છીએ’ કહીં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ પાઈપથી માર માર્યો
‘તને કામ કરવા જ લાવેલ છીએ’ કહીં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ પાઈપથી માર માર્યો

હાલ ગોંડલના રાણસીકીમાં કાજલબેન હિતેષભાઇ મકવાણા (ઉ.વ.26) એ તેના પતિ હિતેષ બાબુ મકવાણા, સસરા બાબુભાઈ મકવાણા, સસરા હંસાબેન મકવાણા, દિયર અનીલ મકવાણા અને દેરાણી જયોત્સનાબેન મકવાણા વિરૂદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. 
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ત્રણેક માસથી માવતરે રિસામણે આવેલ છે.

તેમના પુન:લગ્ન તા.29/10/2023 ના સાણથલીના  હિતેષ સાથે થયેલ અને લગ્નજીવનથી હાલ તેઓ પ્રગ્નેટ છે. લગ્ન બાદ તેઓ સાસુ-સસરા અને જેઠ-જેઠાની સાથે સયુંકત કુટુંબમા રહેતા હતાં. લગ્નના પંદર દિવસ સારી રીતે રાખેલ ત્યાર બાદ તેણીની તબિયત સારી ન હોય જેથી તેણીએ તેના પતિને સાથે દવાખાને આવવા કહેતા તેને કહેલ કે, મારા ભાઈ સાથે તારે દવાખાને જવું પડશે મને ટાઇમ જ નથી. તેમજ સાસુ અને જેઠાણી ઘરનું બધું જ કામ કરાવતા અને તેણીની તબિયત સારી ન હોય જેથી પતિને કહેતા તેઓ પણ સાસુ અને જેઠાણીનો પક્ષ લઈ કહેતા કે, તારે મારા મમ્મી અને ભાભી કહે તેમજ કરવું જ જોઇશે.

તેમજ સસરા અને જેઠે કહેલ કે, તારા પપ્પાને કહેજે દહેજમાં એક લાખ રૂપિયા આપે તેમજ પોતાનો જ કરીયાવર વાપરવા દેતાં નહીં, ઉપરાંત પતિએ કહેલ મારા ભાઇ અને ભાભીને જોઇએ તે તેને આપી દેવાની તારી વસ્તુ હોય તો પણ આપવી જ પડશે તેમ કહી શારીરીક-માનસીક ત્રાસ આપતા હતાં. તેમજ તેઓ કહેતા કે, હું ડી.ડી.ટી. પી જઈશ અને તારા આખા ઘરનું નામ લખાવતો જઇશ અને તારે રહેવું હોય તો રહે મને તારા જેવી ઘણી છોકરીઓ મળે છે. તેમજ તેના પતિ અંધ શ્રધ્ધામાં વિશ્વાસ રાખી દોરા ધાગા કરવાની ટેવ વાળા હોય જેથી તેણીને પણ દબાણ કરી તારે પણ આવું જ કરવું 5ડશે તેમ કહેતાં હતાં.

ત્રણેક મહીના તેણીની તબિયત સારી ન હતી. દરમિયાન રૂમમાં દવા પીવા ગયેલ ત્યારે ફળિયામાં બેઠેલા સાસુ અને જેઠાણીમાં સાસુ બોલવા લાગેલ કે, કાંઇ કામ કરતી નથી તને કામ કરવા જ લાવેલ છીએ તેમ કહી તેની પાસે પડેલ ડોલ લઈ મારી લીધેલ અને જેઠાણીએ પણ ડોલ ફટકારી હતી. દરમિયાન ઘરે આવેલાં જેઠ પણ બોલવા લાગેલ અને પાઈપથી માર મારેલ તેમજ સસરાએ 5ણ પાઇપથી ફટકારેલ હતો. તેમજ સાસુએ તેના પતિને ઘરે બોલાવી ખોટી ચડામણી કરતા તે પણ મારમારી
પહેરેલ કપડે કાઢી મુકેલ હતી. અંતે કંટાળીને ફરીયાદ નોંધાવી હતી.