ધોળકીયા સ્કુલની બે છાત્રા ધ્વનિ અને સાક્ષીએ ભારતનું નામ રોશન કર્યુ.

 ધોળકીયા સ્કુલની બે છાત્રા ધ્વનિ અને સાક્ષીએ ભારતનું નામ રોશન કર્યુ.
 ધોળકીયા સ્કુલની બે છાત્રા ધ્વનિ અને સાક્ષીએ ભારતનું નામ રોશન કર્યુ.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું નામ ગુંજતું કરનાર રાજકોટની ધોળકીયા સ્કુલ્સના વિદ્યાર્થીઓએ ર4મી વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ભાગ લઇ સમગ્ર શિક્ષણ જગતનું નામ શહેરથી માંડી રાજય કક્ષાએ રોશન કર્યુ છે. શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો સતત ઝળકી ગ્રહની ઉંચાઇ સુધી પહોંચી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે  ધોળકીયા સ્કુલ્સના ધો.9ના બે છાત્રાએ ઝુલતા પુલની સેફટી માટેનો રજૂ કરેલો મોનીટરીંગ સિસ્ટમ પ્રોજેકટ આફ્રિકાના  ‘ઇન્સેફ નેશનલ ફેર-2024’માં વિજેતા બનતા દેશનો તિરંગો ટયુનીશીયામાં છવાઇ ગયો હતો. આ છાત્રાઓએ  મેળવેલી સિધ્ધિ અંગેના અનુભવો આજે વર્ણવ્યા હતા અને શાળા પરિવારે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

સતત ર4મી વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવનાર ધોળકીયા સ્કુલના સર્વોચ્ચ સંશોધન બદલ સંચાલકો કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા, મિતુલભાઇ ધોળકીયા, ધવલભાઇ ધોળકીયા, વિરલભાઇ ધોળકીયા, સહિતના ર00થી વધુ શાળા પરિવારના સભ્યો, બંને દિકરીના પરિવારજનો,  પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર રમેશભાઇ ભાયાણી, મીનેશભાઇ મેઘાણી, સાયન્સ સીટીના હેડ સુમીતભાઇ વ્યાસ સહિતના સ્કુલ સભ્યોએ બંને ગોલ્ડન ગર્લનું રેલ્વે સ્ટેશન પર ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. આજે પત્રકાર પરિષદમાં વિદ્યાર્થીનીઓ અને શાળા પરિવારોએ આ સિધ્ધિઓની યાદ  તાજા કરી હતી.

ત્રણ વખત આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સન્માન પ્રાપ્ત કરનાર કુ.હેતલ વૈષ્ણવને લઘુગ્રહનું નામ ‘વૈષ્ણવી ગ્રહ’ મળ્યું છે. સ્કુલ દ્વારા અન્ય લઘુગ્રહોને પણ બાળ વૈજ્ઞાનિકોના નામ મળે તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે. ર4 વર્ષમાં ર6-26 આંતરરાષ્ટ્રીય વિજેતા બાળવૈજ્ઞાનિકો પ્રદાન કરતી સ્કુલ ભારતમાં ટોચ પર પહોંચી છે. આ વર્ષે વિજ્ઞાન મેળામાં ગુજરાતી માધ્યમમાં ધો.9માં અભ્યાસ કરતા શ્રીમતી રેખાબેન અને શૈલેષભાઇ સોજીત્રાની સુપુત્રી કુ.ધ્વનિ અને શ્રીમતી નીતાબેન અને વિપુલભાઇ ખુંટની સુપુત્રી કુ.સાક્ષીએ ઝુલતા પુલની સેફટી માટેનો સેફટી મોનીટરીંગ પ્રોજેકટ રજૂ કર્યો હતો. આ દુર્ઘટના બાદ બંને છાત્રાએ મોડેલ તૈયાર કર્યુ હતું અને વેઇટ બેલેન્સ તેમજ ડિજીટલ કાઉન્ટર સર્કિટ ગોઠવી હતી. વજન વધે એટલે બેરીગેટ બંધ થઇ જાય અને સાયરન વાગે તેવી ટેકનીક ગોઠવવામાં આવી હતી. આ પ્રોજેકટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે પસંદ થતા બંને વિદ્યાર્થીનીઓએ પ્રોટોટાઇપ મોડલ તૈયાર કરવા ખુબ મહેનત લીધી હતી. ઇજનેરી કોલેજોના પ્રોફેસરોએ માર્ગદર્શન આપ્યું હતું. નિષ્ણાંતોની હાજરીમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. 

આ બંને દિકરીઓએ 19 માર્ચના રોજ રાજકોટથી વિજયકૂચ શરૂ કરી હતી અને આફ્રિકા રવાના થયા હતા. ટયુનીશીયા ખાતે 33થી વધુ દેશના 4રર પ્રોજેકટ લઇને 1000 વિદ્યાર્થી પહોંચ્યા હતા. બાળકોના ઇન્ટરવ્યુ પણ લીધા હતા. વિજ્ઞાન મેળાના જજીંગ સેશન દરમ્યાન પ્રશ્ર્નોતરી થઇ હતી અને ધ્વનિ તથા સાક્ષીએ ‘હેંગીંગ બ્રીજ’ કેબલ બ્રીજની સેફટીની વિગતો રજૂ કરતા આ મોડલ છવાઇ ગયું હતું. સાયન્સ ફેરમાં ભારતીય સંસ્કૃતિ પણ રજૂ કરી હતી અને બંને છાત્રાએ તમામ બાળ વૈજ્ઞાનિકોને રામ મંદિરની પ્રતિકૃતિ ભેંટ આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિજ્ઞાન અને ધર્મનો સંદેશ પણ પહોંચાડયો હતો. 

બંને વિદ્યાર્થીનીઓ રાજકોટ પરત ફરતા રેલ્વે સ્ટેશન પર વિજય સભા જેવા વાતાવરણમાં તેઓનું સ્વાગત કરાયું હતું. આજ સુધીમાં શાળાના 6પ બાળ વૈજ્ઞાનિકોને 6.પ0 લાખની સંશોધન સ્કોલરશીપ મળી છે. સતત ર4મી વખત પ્રથમ ક્રમાંક અને ગોલ્ડ મેડલ સાથે ધોળકીયા સ્કુલ્સ ફરી એક વખત વિશ્ર્વ વિજેતા બની છે.