રોજગારીના અભાવે શ્રમિકોનું પલાયન

રોજગારીના અભાવે શ્રમિકોનું પલાયન
રોજગારીના અભાવે શ્રમિકોનું પલાયન

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત પાસે આવેલ ઉધના રેલવે સ્ટેશનથી ગત એક સપ્તાહમાં લગભગ 65 હજાર લોકો રિઝર્વેશન વિનાની ટ્રેનોથી પોતાના ગામમાં પાછા ફરી ચૂકયા છે. રવિવારે ભીડ વધ્યા બાદ એક જ દિવસમાં પાંચ ટ્રેનો ભાગલપુર કે છપરા માટે રવાના કરાઈ હતી. તેમાંથી લગભગ 16 હજાર પ્રવાસીઓને મોકલાયા હતા. તેમાં મોટા ભાગના અપ્રવાસી મજૂર અને તેમનો પરિવાર છે.

જાણવા મળતી વિગત મુજબ સુરતમાંથી મજૂરોના પલાયનનું મજુરીની કમીના કારણે થઈ રહ્યું છે. ભીડને નિયંત્રિત કરવા માટે મુંબઈ ડિવિઝનના અધિકારીઓએ ઉધના સ્ટેશને દોડી જવું પડયુ હતું.

સાડી બનાવવામાં દેશના ટોપ શહેરોમાં સુરતની ગણતરી થાય છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી માંગ ઘટવાના કારણે મેન્યુફેકચરીંગ ઘટી ગયું છે 1 એપ્રિલથી સાડી બનાવનાર લૂમ (ફેકટરી)માં સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ કામ થઈ રહ્યું છે. 

રોજમદાર મજૂરોને સપ્લાય કરનાર શિવમ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મજૂરોને રોજના હિસાબે વેતન આપવામાં આવે છે. પરિવાર સાથે રહેનાર મજૂરોને મહિને પાંચ-છ હજાર રૂમનુ ભાડુ ચૂકવવું પડે છે. રોજમદારીમાં કમી થવાના કારણે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. બીજી બાજુ લૂમ માલિકોએ પણ મજૂરોને રજા પર જવાની સલાહ અપાઈ હતી.

આ છે ‘પલાયન’નું અસલી કારણ
એક એપ્રીલથી માઈકો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ)ના પેમેન્ટના નવા રૂલ મુજબ ખરીદનારે 45 દિવસમાં પેમેન્ટ આપી દેવું પડે. રૂલની આવગણના કરનારને લેટ પેમેન્ટ માટે ભારે દંડ ચૂકવવો પડે. આ કારણે પેમેન્ટની સાઈકલ પર પ્રભાવ પડયો છે.

રેલ્વેએ કરવી પડી ખાસ વ્યવસ્થા
ડિવિઝનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષના ડેટા જોઈને આ વખતે રિઝર્વેશન વિનાની ટ્રેનોની સારી વ્યવસ્થા કરાઈ હતી, પણ છેલ્લા એક સપ્તાહથી વ્યવસ્તાઓ અપૂરતી સાબિત થઈ હતી. હવે રેલવે સ્ટેશન પર ભીડ જમાન થાય, તેના માટે યાત્રીઓને રેલવે પરિસરની બહાર પાર્ક વગેરે સ્થળે બેસડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાપડના ઉત્પાદક અભિષેક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ફેકટરીમાં 30 કારીગર અને 9 મેનેજર લેવલનો સ્ટાફ કામ કરતો હતો. હાલ તો બધાને રજા આપી દીધી છે. અગાઉનો માલ પૂરો નથી થઈ રહ્યો અને નવું પ્રોડકશન કરી નથી શકતા. લગભગ દોઢ મહિનાથી હાલત ખરાબ છે.