લોકલ ટ્રેનના હડફેટે ખાનગી બસ આવતા ધડાકાભેર અકસ્માત

લોકલ ટ્રેનના હડફેટે ખાનગી બસ આવતા ધડાકાભેર અકસ્માત
લોકલ ટ્રેનના હડફેટે ખાનગી બસ આવતા ધડાકાભેર અકસ્માત

ગીર ગઢડાના પિછવી અને હરમડિયા ગામે ખુલ્લા રેલવે ફાટક પર દેલવાડા-જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન સાથે ખાનગી બસ અથડાઈ હતી. ટ્રેને બસને 20થી 25 ફૂટ ઢસડી હતી. અકસ્માતમાં ખાનગી બસના ડ્રાઈવરને ઈજા થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

ગીરગઢડાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચે આવેલા ખુલ્લા ફાટક વચ્ચે દેલવાડા-જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન તેમજ કામધેનુ નામની ખાનગી ટ્રાવેલ્સ સુરત જતી હતી ત્યારે દેલવાડાથી આવતી ટ્રેન પસાર થઈ રહી હતી. જે દરમિયાન ખાનગી બસ ખુલ્લા ફાટક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનના હડફેટે ખાનગી બસ આવતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમા બસનો આગળનો ભાગનો ભૂકો બોલી ગયો હતો. તેમજ ટ્રેને બસને 20થી 25 ફૂટ ઢસડી હતી.

ફાટક ઉપર કોન્ટ્રાક્ટ બેઈજ ગેંગ મેનની દેખરેખ હોવા છતાં આવી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્થળ ઉપર હરમડિયા તેમજ પીછવીએ ગામના સેવાભાવી લોકો તાત્કાલિક આવી ગયા હતા. કોડીનાર પોલીસ ને જાણ કરતા PI ભોજાણી તેમજ PSI ચાવડા સહિતે તાત્કાલિક JCB બોલાવી બસ રોડ ઉપર લઈ જવામાં આવી હતી. બસની બોડીનો ભૂકો બોલી ગયેલ તેમજ ટ્રેનને પણ ખાશું નુકસાન થયું હતું. ટ્રેનની ડીઝલની ટાંકી તૂટી જતા હજારો રૂપિયાનું ડીઝલ નીકળી ગયું હતું. બસમાં ડ્રાઈવર-ક્લીનર સહિત માત્ર 3 લોકો જ હોવાથી આ અકસ્માતમાં સામાન્ય ઘાયલ થયા હતા.