મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ ૧૦ પછી શું ? વિષય પર માર્ગદર્શન સેમીનાર.

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ ૧૦ પછી શું ? વિષય પર માર્ગદર્શન સેમીનાર.
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ ૧૦ પછી શું ? વિષય પર માર્ગદર્શન સેમીનાર.

તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે ધોરણ ૧૦ પછી શું કરવું તેની મૂંઝવણ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જોવા મળે છે જેને પગલે સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું છે.

મોરબીના સામાકાંઠે એલ ઈ કોલેજ રોડ પર આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે તારીખ ૧૫ એપ્રિલને સોમવારે સવારે ૯ થી ૧૧ કલાક સુધી ધોરણ ૧૦ પછી શું વિષય પર માર્ગદર્શન સેમીનાર યોજાશે જેમાં નિષ્ણાંતો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેથી ધોરણ ૧૦ પછીના તમામ કોર્ષની માહિતી મેળવવા વાલીઓ અને વિદ્યાર્થીઓને સેમીનારનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.