કુલદીપ યાદવ-જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીને શાનદાર જીત અપાવી

કુલદીપ યાદવ-જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીને શાનદાર જીત અપાવી
કુલદીપ યાદવ-જેક ફ્રેઝર-મેકગર્કે દિલ્હીને શાનદાર જીત અપાવી

IPL 2024ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 167 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીએ આ ટાર્ગેટ 18.1 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિલ્હીની જીતમાં કુલદીપ યાદવે બોલ વડે શાનદાર યોગદાન આપ્યું હતું. ફ્રેઝર મેકગર્ક અને કેપ્ટન રિષભ પંતે બેટથી વિસ્ફોટક ઈનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનની બીજી જીત છે.

કુલદીપ-મેકગર્કનું વર્ચસ્વ

દિલ્હીની જીતમાં કુલદીપ યાદવે અદભૂત બોલિંગ કરી હતી. આ ચાઈનામેન બોલરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનની મહત્વની વિકેટ લીધી હતી. આ પછી પોતાની પ્રથમ મેચ રમી રહેલા જેક ફ્રેઝર મેકગર્કે માત્ર 35 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. રિષભ પંતે પણ 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

બદોની-રાહુલની લડાયક ઈનિંગ

લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા પરંતુ સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા આયુષ બદોનીએ અદભૂત પ્રદર્શન કર્યું. આ જમણા હાથના બેટ્સમેને 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 22 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. જો કે, આ બંને સિવાય બીજું કોઈ કંઈ ખાસ કરી શક્યું ન હતું અને સારી બેટિંગ વિકેટ પર પણ લખનૌ 167 રન સુધી જ પહોંચી શક્યું.

દિલ્હીની આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીની ટીમ હવે 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને આવી ગઈ છે. જ્યારે RCB પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને સરકી ગયું છે. લખનૌની પાંચ મેચમાં આ બીજી હાર છે પરંતુ આ ટીમ હજુ પણ ચોથા સ્થાને છે.