હળવદ પાસે ઓનલાઇન લૂંટ

હળવદ પાસે ઓનલાઇન લૂંટ
હળવદ પાસે ઓનલાઇન લૂંટ

હળવદના સરા રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને આંતરી ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ગળા ઉપર છરી મૂકી અજાણ્‍યા સ્‍થળે લઈ જઈ માર મારી રોકડ ઉપરાંત ફોનમાં ગૂગલ પે વડે રૂપિયા ટ્રાન્‍સફર કરાવી લઈ કુલ રૂપિયા ૧૪,૫૦૦ની લૂંટ ચલાવતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૂળ રાજસ્‍થાનના યુવાન પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવત ઉ.૨૬ નામના યુવાને જાહેર કર્યું હતું કે, ગત તા.૧૦ના રોજ તેઓ સરા રોડ ઉપર આવેલ કેનાલના રસ્‍તેથી પસાર થતા હતા ત્‍યારે રાત્રીના સમયે ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ આંતરી ગળે છરી મૂકી કોઈ સ્‍થળે લઈ જઈ ખિસ્‍સામાં રહેલા રોકડા રૂપીયા ૪૫૦૦ તેમજ મોબાઈલ ફોનમાં ગૂગલ પે એકાઉન્‍ટમાંથી રૂપિયા ૧૦ હજાર ટ્રાન્‍સફર કરાવી કુલ મળી ૧૪,૫૦૦ની લૂંટ કરી લાકડી વડે માર મારતા ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ત્રણ અજાણ્‍યા ઈસમો વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.