હાપામાંથી પાના ટીંચતી ચાર મહિલા ઝડપાઇ

હાપામાંથી પાના ટીંચતી ચાર મહિલા ઝડપાઇ
હાપામાંથી પાના ટીંચતી ચાર મહિલા ઝડપાઇ

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં જુગારનો પાટલો મંડાયો હોવાનું સામે આવતા પોલીસે રેડ પાડી હતી. અ દરમિયાન જાહેરમાં ગંજીપાના ટીંચી રહેલી ચાર મહિલાઓને પકડી પાડી હતી. જેના કબજામાંથી રોકડ અને ગંજીપતાનું સાહિત્ય કબ્જે કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

આ કેંસની વિગત એવી છે કે જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં મંદિરની બાજુમાં જાહેરમાં કેટલીક મહિલાઓ એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહી છે.

જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.  જે દરોડા દરમિયાન ગંજી પાના વડે જુગાર રમી રહેલી સોનલબેન રમેશભાઈ ચાવડા, ગીતાબેન નાગજીભાઈ ઝીંઝુવાડીયા, કારી બેન હરજીભાઈ સાલાણી તેમજ કંચનબેન દેવશીભાઈ સુરાણી ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 3,120 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરાયું છે.

ગ્રીન સીટીમાં ક્રિકેટ મેચનો જુગાર રમી રહેલા સટ્ટાખોર પકડાયો શહેરના રણજીત સાગર રોડ પર ગ્રીન સીટીમાં ક્રિકેટ મેચ નીહાળી મોબાઈલમાં આઈડી મારફતે જુગાર રમતો વધુ એક શખ્સ પકડાયો છે.જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન પાર્ક શેરી નંબર -2 માં રહેતો હિતેશ ઠાકોરદાસ મંગે નામનો યુવાન રણજીત સાગર રોડ પર આવેલી કીર્તિ પાન નામની દુકાને જાહેરમાં ઊભા રહીને આઇપી.એલ.ની બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન વચ્ચેની ક્રિકેટ મેચ પર હરજીત કરી રહેલા શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો અને જેની પાસેથી રૂપિયા 4,190 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહીતની માલમત્તા કબજે કરી છે.