તા.14ના રવિવારથી ત્રણ માસ માટે જરૂરતમંદોને વિનામૂલ્યે છાશ-ખીચડીનું વિતરણ કરાશે

તા.14ના રવિવારથી ત્રણ માસ માટે જરૂરતમંદોને વિનામૂલ્યે છાશ-ખીચડીનું વિતરણ કરાશે
તા.14ના રવિવારથી ત્રણ માસ માટે જરૂરતમંદોને વિનામૂલ્યે છાશ-ખીચડીનું વિતરણ કરાશે

સદગુરુ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ માફક ચાલુ વર્ષે પણ ઉનાળાની કાળજાળ ગરમીમાં દરેક સમાજના જરુરીયાતમંદ લોકોની વિના મૂલ્યે 2200 પરિવારોને રોજ અંદાજે 1800 લીટર છાશ અને બે કિલ્લો ખીચડી કુલ 4400 કિલોનું છાસ-ખીચડીનું વિતરણ તા.14ને રવિવારથી ત્રણ માસ માટે કરવામાં આવ્યું છે તેમ સદગુરુ પરિવાર ટ્રસ્ટે જણાવેલ છે.

સદગુરુ છાસ-ખીચડી કેન્દ્ર તથા સદગુરુ જલસેવા કેન્દ્રના પ્રથમ તબકકાનું વિતરણ પ.પૂ. મહામંડલેશ્ર્વર શ્રી હરિચરણદાસજી મહારાજના આશિર્વચન તથા પ.પૂ. જયરામદાસજી મહારાજના આશિર્વાદથી તા.14ને રવિવારે સવારે 9 વાગ્યે સદગુરુ ધામ, 5-ગુંદાવાડી, કિશાન સાબુ સામેથી કરવામાં આવશે.

સમગ્ર પ્રોજેક્ટ માટે શાંતુભાઇ રુપારેલીયા, રમેશ રાચ્છ, મુકેશ પાબારી, રાકેશ રાજદેવ, ભરત લાખાણી, હરીશ લાખાણી, રાજુ કાનાબાર, ધવલ ખખ્ખર, હસુભાઇ ચંદારાણા, ચંદુભાઇ રાઠોડ, નિખીલભાઇ રાઠોડ, ગોરાંગભાઇ ઠક્કર,અશ્વિનભાઈ મોરઝરીયા, વિજયસિંહ, રાવત ડાંગર, જોરુભા જોગડા વગેરેનું માર્ગદર્શન રહ્યું છે. છાસ વિતરણ તા.14થી સવારે 9 કલાકે ત્રણ મહિના સુધી ચંદુભાઇ પેઇન્ટર, ગુંદાવાડી-5 ખાતેથી થશે.