જાહેર માર્ગોને ગંદા કરનાર વધુ 7 વાહન ચાલકો દંડાયા

જાહેર માર્ગોને ગંદા કરનાર વધુ 7 વાહન ચાલકો દંડાયા
જાહેર માર્ગોને ગંદા કરનાર વધુ 7 વાહન ચાલકો દંડાયા

જેમા વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ તેમજ રૈયા સીવેજ પ્લાન્ટ પાસે જાહેરમાં કચરો નાખતા બે ઇસમોને રૂપિયા 2000/- દંડ, પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા બે આસામીઑને 1000/- દંડ કરવામાં આવેલ હતો તેમજ જાહેરમાં કચરો નાખતા એક સફાઈ કામદારને ઝડ્પી લઈ 250/- દંડ કરવામાં આવેલ. 

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1320 લોકેશન ચેક કરવામાં આવેલ,  જે અંતર્ગત  કુલ 940 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે. અને આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ. 

ઉપરોકત કામગિરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી..