લંડનમાં હવે ઓછી આવકવાળા ભારતીયોને પોતાના સગા-સંબંધીઓને બોલાવવા મોંઘા પડશે

લંડનમાં હવે ઓછી આવકવાળા ભારતીયોને પોતાના સગા-સંબંધીઓને બોલાવવા મોંઘા પડશે
લંડનમાં હવે ઓછી આવકવાળા ભારતીયોને પોતાના સગા-સંબંધીઓને બોલાવવા મોંઘા પડશે

જો તમારે તમારા સગા સંબંધીને મળવા બ્રિટન જવા ઈચ્છતા હોય તો આ અંગેના નિયમોમાં થયેલા ફેરફાર અંગેની માહિતી મેળવવી જરૂરી છે. પ્રધનમંત્રી ઋષિ સુનક સરકારે બ્રિટનમાં રહેતા લોકોના સંબંધીઓ પોતાની પાસે બોલાવવા અંગેના નિયમમાં ફેરફાર કર્યાં છે.

આ નવા નિયમો પ્રમાણે બ્રિટનમાં જે નાગરિકો અને નિવાસી પારિવારીક વિઝા પર પોતાના સંબંધીઓને દેશમાં બોલાવવા ઈચ્છે છે તેમની લઘત્તમ આવક મર્યાદા 55 ટકા વધારવામાં આવી છે. તેમાં ભારતીય મૂળના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

સરકારના આ નિર્ણયથી ઓછી આવકવાળા લોકોને બ્રિટનમાં જવાનું સપનું તૂટી શકે છે. સરકારે ગયા વર્ષે આ પ્રકારની યોજના જાહેર કરી હતી. તે અંતર્ગત ગુરૂવારથી પરિવારિક વિઝા પર પોતાના સંબંધીઓને બ્રિટનમાં બોલાવનાર લોકોની લઘુત્તમ આવક વાર્ષિક 29,000 પાઉન્ડ હોવી જોઈએ.

અગાઉ આ મર્યાદા 18,600 પાઉન્ડ હતી. આગામી વર્ષ સુધી આ વેતન મર્યાદા વખત વધારવામાં આવશે અને 38,700 પાઉન્ડની કુશળ કામદાર સાથે સંકળાયેલ વિઝા વેતન મર્યાદાને સમકક્ષ થઈ જશે.

બ્રિટનના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે માન્ય પ્રવાસીઓની સંખ્યા ઓછી કરવા અને અહીંના કરદાતાઓ પર બહારથી આવતા લોકોના બોજ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે ઙખ તથા ગૃહમંત્રી જેમ્સ ક્લીવરલી દ્વારા રજૂ કરવામાં આવેલ પેકેજ અંતર્ગત અંતિમ પ્રયાસ છે.

બ્રિટનની સરકારનું કહેવું છે કે નવી આવકની જરૂરિયાત કે જે છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી અપરિવર્તિત હતી, તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે પરિવાર આત્મનિર્ભર હોય અને જાહેર ખર્ચ પર આધાર ન રાખે. આ સાથે અર્થતંત્ર પર હકારાત્મક અસર થાય.