રાજ્યમાં અખાદ્ય પદાર્થ તો ઝડપાતો જ હતો. હવે રેસ્ટોરન્ટમાં નાસ્તામાં જીવડાં નીકળવાની ઘટના સામે આવી છે. વડોદરાના ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તામાંથી જીવડાં નીકળ્યા હોવાનું સામે આવ્યુ છે. વડોદરમાં રેલવે સ્ટેશનની પાછળ આવેલા ગેલોર્ડ રેસ્ટોરન્ટના નાસ્તામાં જીવાત નીકળતા તેના પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. નાસ્તો કરવા આવેલા નાગરિકના ઢોસામાં જીવડા નીકળતા વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.
અમદાવાદના મોકા કેફેની બેદરકારી
બીજી તરફ અમદાવાદના એક જાણીતા કેફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું.જેના પગલે AMCમાં ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.