શું વિરાટ કોહલી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે ? નીતા અંબાણી સાથે લાંબી વાત કરી

શું વિરાટ કોહલી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે ? નીતા અંબાણી સાથે લાંબી વાત કરી
શું વિરાટ કોહલી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે ? નીતા અંબાણી સાથે લાંબી વાત કરી

કોહલી ડગઆઉટ પાસે MI માલિક નીતા અંબાણી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હવે, તેનાથી એવી અટકળો વધી છે કે કોહલી આવતા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની યોજના બનાવી શકે છે.

આરસીબીની ટીમને સતત 5 મેચમાં હાર મળી ચુકી છે. મુંબઈની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબીને 7 વિકેટથી હાર આપી હતી. આ જીતનો હિરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. તેમણે કુલ 5 વિકેટ લીધી હતી.

આઈપીએલ 2024ની 25 મેચ રમાઈ ચુકી છે પરંતુ આરસીબીની ટીમે હજુ તેનું સારું પ્રદર્શન દેખાડ્યું નથી. આરસીબીની ટીમને સતત 5મી હાર મળી છે. આરસીબીની ટીમે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા.જેના જવાબમાં મુંબઈની ટીમે 3 વિકેટ ગુમાવી 199 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો.

મેચ બાદ તરત જ તમામ ખેલાડીઓ એક બીજા સાથે હાથ મળાવતા જોવા મળ્યા. બાદમાં વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી એક સાથે જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ આ દરમિયાન વિરાટ કોહલી સાથે ખુબ લાંબી વાત કરી હતી. આ વાતચીતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાર બાદ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ફોટો જોઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી શકે છે.

લોકો આવી ચર્ચા એટલા માટે પણ કરી રહ્યા છે કે, મુંબઈના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા આકાશ અંબાણીની ગાડીમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, ટીમ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપથી ખુશ નથી.