એક દિ’ બંધ રહેલા ફલેટમાંથી ૪૪૫૦૦ની ચોરી

એક દિ' બંધ રહેલા ફલેટમાંથી ૪૪૫૦૦ની ચોરી
એક દિ' બંધ રહેલા ફલેટમાંથી ૪૪૫૦૦ની ચોરી

ઘરફોડ ચોરીનો વધુ એક બનાવ બન્‍યો છે. વાવડીમાં એક ફલેટ એક દિવસ માટે બંધ હોઇ તેના તાળા તોડી તસ્‍કરો રોકડ, મોબાઇલ, લેપટોપ ચોરી ગયા છે. આ બનાવમાં તાલુકા પોલીસે વાવડી રાધેશ્‍યામ ગોૈશાળા પાસે વૃજવીલા એપાર્ટમેન્‍ટ સી-૧૦૨માં રહેતાં અને મેટોડા કંપનીમાં પરચેઝ ઓફિસર તરીકે નોકરી કરતાં દિવ્‍યેશભાઇ ઉકાભાઇ ડોડીયા (ઉ.વ.૨૭) નામના યુવાનની ફરિયાદ નોંધી છે. દિવ્‍યેશભાઇના કહેવા મુજબ પોતે તથા પત્‍નિ અને પિતા તા. ૧૦/૪ના રોજ સાંજે પાંચેક વાગ્‍યે ઘરને બંધ કરી ગીર સોમનાથના હસ્‍નાવદર ગામે પોતાના વતન ગયા હતાં.  ૧૧મીએ સવારે  આઠેક વાગ્‍યે ઘરે આવ્‍યા ત્‍યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી. તસ્‍કરો ફલેટના લાકડાના દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી ફ્રીઝ પર રાખેલા પર્સમાંથી રૂા. ૮૫૦૦ની રોકડ, એમઆઇનો રૂા. ૬૦૦૦નો મોબાઇલ ફોન તથા લીનોવોનું લેપટોપ રૂા. ૩૦ હજારનું મળી કુલ ૪૪૫૦૦ની મત્તા ચોરી ગયું હતું. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે