પગારના પૈસા માંગતા શ્રમિક દંપતી પર પાઇપથી હુમલો

પગારના પૈસા માંગતા શ્રમિક દંપતી પર પાઇપથી હુમલો
પગારના પૈસા માંગતા શ્રમિક દંપતી પર પાઇપથી હુમલો

શહેરમાં દોલતપરા પાસે આવેલો વનરાજ બેસન મીલ મજૂરી કામ કરતા બિહારના સુધીર અર્જુનભાઈ રાજવંશ ઉ. વ. ૩૫ અને તેની પત્‍ની રજુદેવી પોતાની રૂમ પર હતા ત્‍યારે તેમણે ગયા મહિનાનો પગાર મળ્‍યો ન હોવાથી કારખાનાના ઠેકેદાર અજય રાજવંશી પગારના પૈસા માંગતા અજય તેમજ નવદેશ રાજવંશી અને કારુ રાજવંશીએ ગાળો કાઢી સુધીર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને બચાવવા વચ્‍ચે પડેલ પત્‍ની રજૂદેવીને પણ આ શખ્‍સોએ માર મારતાં બનેને જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

આ હુમલાને લઈને એ ડિવિઝન પોલીસે શ્રમિક યુવકની ફરિયાદ લઈ હુમલાખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.