ધ્રાંગધ્રામાં ૩ લાખ ભરેલ થેલાની લૂંટ

ધ્રાંગધ્રામાં ૩ લાખ ભરેલ થેલાની લૂંટ
ધ્રાંગધ્રામાં ૩ લાખ ભરેલ થેલાની લૂંટ

ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે રહેતા દેવજીભાઈ ગલાભાઈ ધોળકિયા ધ્રાંગધ્રા શાક માર્કેટ પાસે આવેલી એસબીઆઇ બેન્‍ક માંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડી ને કાપડની થેલીમાં નાખીને નીકળ્‍યા ત્‍યારેᅠ શખ્‍સ દ્વારા આધેડની પીછો કરવામાં આવ્‍યો હતો જેમાં ઝાલા રોડ પર આવેલી મહેતા ટ્રેડિંગ સામે કનૈયા ઓટો ગેરેજ મોટરસાયકલ રીપેર કરવા જતા ત્રણ લાખ રૂપિયા કાપડની થેલી ભરેલીᅠ સાઈડમાં ઓટલા પર રખાતા એક અજાણ્‍યોᅠ શખ્‍સ દ્વારા નજર ચૂકવીને ત્રણ લાખ રૂપિયા ભરેલી કાપડની થેલી લઈને ભાગી ગયો હતો.

જેમાં થેલીની તપાસ કરતા થેલી નહી મળતા આસપાસ તપાસ કરતા પણ નહી મળતા ઝાલા રોડ પર આવેલી દુકાનોના સીસી ટીવી ચેક કરતા શખ્‍સ ત્રણ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ભાગતાં શખ્‍સ જોવા મળતા ધ્રાંગધ્રા સીટી પોલીસ મા અજાણ્‍યોᅠ ઈસમ સામે ફરીયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ તપાસ ચલાવી રહ્યા છે.