હૃતિક રોશનની ‘વૉર ૨’ના શેડ્યુલ માટે જુનિયર NTR મુંબઈ આવી ગયો છે. એનું શૂટિંગ દસ દિવસ ચાલવાનું છે. સેટ પરના ફોટો કે પછી વિડિયો લીક ન થાય એ માટે સખત નિયમો રાખવામાં આવ્યા છે. આ ફિલ્મને લઈને લોકોની આતુરતા વધવા માંડી છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી લીડ રોલમાં દેખાશે. જુનિયર NTR વિલનના રોલમાં દેખાવાનો છે. મુંબઈ આવતાં જ તેનો નવો લુક પણ દેખાયો છે. કલીના ઍરપૉર્ટ પર તેને જોતાં જ ફોટોગ્રાફર તેને ક્લિક કરવા માટે ભેગા થઈ ગયા હતા. આ ફિલ્મ આવતા વર્ષે ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે.
Home Latest