પ્રિન્સિપાલના રુમમાં આવજે છાત્રા ત્યાં પહોંચી પછી 3 જણાએ પીંખી નાખી

પ્રિન્સિપાલના રુમમાં આવજે છાત્રા ત્યાં પહોંચી પછી 3 જણાએ પીંખી નાખી
પ્રિન્સિપાલના રુમમાં આવજે છાત્રા ત્યાં પહોંચી પછી 3 જણાએ પીંખી નાખી

પંજાબના પટિયાલામાં આવેલી સરકારી રિપુદમન કોલેજમાં ગેંગરેપની એક મોટી ઘટના સામે આવતાં હડકંપ મચ્યો છે. પીડિતાએ પહેલા વર્ષની વિદ્યાર્થીની છે અને તેણે પોલીસમાં ફરિયાદ લખાવીને પોતાની સાથે બનેલી આખી ઘટના વર્ણવી છે.

પીડિતાએ કહ્યું કે 27 માર્ચના રોજ, તેના ઓળખીતા વિદ્યાર્થી દવિન્દર સિંહે તેને પ્રિન્સિપાલની ઓફિસની ઉપરના રૂમમાં બોલાવી હતી.

જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે અંદર પહેલેથી જ તેના બે મિત્રો હાજર હતા, મારા અંદર ગયા બાદ દવિન્દર સિંહે અંદરથી રુમ બંધ કરી દીધો હતો અને તેના હાથથી મારુ મોં બંધ કરી નાખ્યું હતું ત્યાર બાદ ત્રણેય મારા પર વારાફરતી રેપ કર્યો હતો.

ગેંગરેપ બાદ આરોપીઓએ પીડિતાને ધમકી પણ આપી હતી કે તે આ વિશે કોઈને વાત ન કરે. શરુઆતમાં યુવતીએ કોઈને કહ્યું નહોતું પરંતુ આખરે તેણે માતાપિતા સમક્ષ આ ઘટનાનો ખુલાસો કરી દીધો હતો જે પછી ફરિયાદ નોંધાવાઈ હતી.