શાકભાજીના ધંધાર્થીનો એસીડ પી આપઘાત

શાકભાજીના ધંધાર્થીનો એસીડ પી આપઘાત
શાકભાજીના ધંધાર્થીનો એસીડ પી આપઘાત

આરટીઓ કચેરી પાછળ રહેતા 4પ વર્ષીય શાકભાજીના ધંધાર્થીએ જિંદગીથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવારમાં દમ તોડતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 

પ્રાપ્ત વિગત મુજબ આરટીઓ કચેરીની પાછળ રહેતા મુળ જેતપુરના શરદભાઇ ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.4પ)એ  ગત તા. 4ના પોતાના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને પ્રથમ સિવિલમાં સારવારમાં ખસેડાયા બાદ  ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ કરતા બી ડીવીઝન પોલીસ દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલ વિગત મુજબ મૃતક શાકભાજીનો ધંધો કરતા અને લાંબા સમયથી પોતે જિંદગીથી કંટાળી ગયા હોવાનું રટણ કર્યે રાખતા હતા.

જેથી કંટાળીને અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ હતી.