ભારત સહિત અનેક દેશોમાં માઇક્રો બ્લોગીગ પ્લેટફોર્મ ઠપ્પ

ભારત સહિત અનેક દેશોમાં માઇક્રો બ્લોગીગ પ્લેટફોર્મ ઠપ્પ
ભારત સહિત અનેક દેશોમાં માઇક્રો બ્લોગીગ પ્લેટફોર્મ ઠપ્પ

વિશ્વભરમાં કરોડો યુઝર્સ ધરાવતા સોશ્યલ મીડિયા માઇક્રો  બ્લોગીગ પ્લેટફોર્મ ‘એક્સ’ ડાઉન થતાં તેના ઉપયોગ કર્તાઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને તેઓ એક્સ પર થતી પોસ્ટ જોઇ શકતા નથી.

આજે સવારે 10-41 કલાક બાદ એક્સના પ્લેટફોર્મમાં મુશ્કેલી સર્જાઇ હતી અને અન્ય પ્લેટફોર્મ પર ઉપયોગ કર્તાઓએ ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ 11-33 મીનીટે એક્સવારા તેના ઉપયોગ કર્તાઓની માફી માંગી હતી અને બહુ ઝડપથી આ ક્ષતિ દુર કરવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ભારતમાં દિલ્હી, જયપુર, લખનૌ, કટક, અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર સહિતના શહેરોમાં એક્સના ઉપયોગ કર્તા અન્ય પ્લેટફોર્મ પર ફરિયાદ કરી રહ્યા છે અને બ્રિટન-ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં એક્સનો ઉપયોગ થઇ શકે ન હોવાનું બહાર આવ્યું છે.