ઓપરેશન વિના હાર્ટના વાલ્વનું રિપ્લેસમેન્ટ

ઓપરેશન વિના હાર્ટના વાલ્વનું રિપ્લેસમેન્ટ
ઓપરેશન વિના હાર્ટના વાલ્વનું રિપ્લેસમેન્ટ

વાલ્વ બદલવા માટે હૃદયને સરવુ પડે છે. 5 થી 6 કલાકની સર્જરી થાય છે. દર્દીને કેટલાંય દિવસથી હોસ્પીટલમાં રહેવુ પડે છે. ઈન્ફેકશનનો ખતરો રહે છે પણ હવે ચીરફાડ વિના પણ વાલ્વ રીપ્લેસમેન્ટ સંભવ છે.

હાર્ટ વાલ્વની બિમારીનો સામનો કરી રહેલા દર્દીઓ માટે આ આશા ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ ઈમ્પ્લાન્ટેશન (ટીએવીઆઈ)એ વધારી છે. તેને ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ (ટીએવીઆર) પણ કહેવામાં આવે છે.

વાલ્વની પારંપારીક સર્જરીની તુલનામાં સ્ટેન્ટની જેમ કેથેટરનાં માધ્યમથી વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરીની સફળતા અને રીતે દર્દીઓ માટે હિતકારી છે. તેમ છતા તેના બારામાં જાણકારીનો અભાય કયાંક ને કયાંક ચિંતાનો વિષય છે. હાર્ટ એકસપર્ટનું કહેવુ છે કે દરેક માણસનાં હાર્ટમાં ચાર ચેમ્બર હોય છે અને બધી ચેમ્બરમાં બ્લડ જવા પર વાલ્વ ખુલે છે અને વિપરીત દિશામાં જવા પર બંધ થઈ જાય છે.

વાલ્વ એ નિશ્ચિત કરે છે કે ખરા સમયે બ્લડ ખરી દિશામાં ખરા પ્રેસરથી પહોંચી રહ્યું છે કે નહિં જયારે વાલ ખરાબ થઈ જાય છે અને તે બરાબર ખુલતુ નથી હોતુ જેથી દર્દીને પરેશાની થાય છે એટલે સર્જરી કરીને ખરાબ વાલ્વની જગ્યાએ નવા વાલ્વ લગાવવામાં આવે છે.પણ અત્યાર સુધી તેના માટે ઓપન હાર્ટ સર્જરી કરવી પડતી હતી પણ હવે તે ઓપન હાર્ટ સર્જરી વિના પણ સંભવ થઈ રહ્યુ છે.

વાલ્વ ખરાબ થવાના કારણો
♦ જન્મજાત 
અનેક બાળકોમાં જન્મની સાથે જ આ બિમારી હોય છે. 

♦ જેનેટીક 
કયારેક-કયારેક કેટલાંક પરિવારોમાં હાર્ટ વાલ્વ ખરાબ થવાની હિસ્ટરી હોય છે. 

♦ ઈન્ફેકશન
કેટલાંક લોકોમાં આ સમસ્યા ઈન્ફેકશનનાં કારણે થાય છે. 

♦ ઉંમર
કેટલાંક લોકોને વય વધવાની સાથે વાલ્વની માંસ પેશીઓ નબળી પડવાથી વાલ્વ ખરાબ થાય છે.