સોનામાં રેકોર્ડબ્રેક તેજીને બ્રેક

સોનામાં રેકોર્ડબ્રેક તેજીને બ્રેક
સોનામાં રેકોર્ડબ્રેક તેજીને બ્રેક

સોના-ચાંદીના ભાવો એકધારી રેકોર્ડબ્રેક તેજી બાદ આજે ઠંડા પડયા હતા. સોનામાં રૂા.300 તથા ચાંદીમાં 350નો ઘટાડો નોંધાયો હતો. ઉંચાભાવે ખરીદીને બ્રેક લાગતા તથા ઈન્વેસ્ટરોનો માલ વેચાવા નિકળતા ભાવો દબાયા હતા.

સોના-ચાંદીમાં છેલ્લા પાંચ દિવસથી સળંગ આગઝરતી તેજી પ્રવર્તી રહી હતી. રાજકોટમાં હાજર સોનુ 74200 સુધી પહોંચ્યા બાદ આજે 73850 હતું. ચાંદીનો ભાવ 85000ની નજીક પહોંચી ગયા હતા તે આજે થોડા ઘટીને 84550 હતા.

વિશ્વબજારમાં આજે રજા હતી છતાં ગઈરાત્રે ત્યાં પણ થોડો ઘટાડો હતો. અમેરિકામાં મોંઘવારી કાબુમાં આવી રહ્યાના ચિહ્નો ઉપસ્યા બાદ ગઈકાલના રિપોર્ટમાં ક્ધઝયુમર ઈન્ડેકસ ઉંચકાયાનું જાહેર થતા વ્યાજદર ઘટવા વિશે આશંકા વ્યક્ત થવા લાગી છે. આ સંજોગોમાં સોના-ચાંદીમાં અસર પડી શકે છે.

ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વમાં અનેક સ્થળોએ ભૌગોલિક ટેન્શન તથા ભારત સહિતના રાષ્ટ્રોમાં સેન્ટ્રલ બેંકોની એકધારી ખરીદીથી સોનામાં ભડકો સર્જાયં છે. વર્ષમાં સોનુ મોંઘુ થઈ ગયુ છે. ગત વર્ષની 1લી એપ્રિલે 10 ગ્રામનો ભાવ 61200 હતો.

ચાંદીમાં પણ સમાન સ્થિતિ છે. એક વર્ષમાં ભાવ 15 ટકા કરતા પણ વધુ વધીને 71000વાળો 84000 થયો હતો. સોનામાં સારૂ એવુ રિટર્ન મળતા ઈન્વેસ્ટરોનો એક વર્ગ માલ વેચવા લાગ્યા છે. ફેબ્રુઆરીથી આજ સુધીમાં જ 20 ટકાનુ રીટર્ન મળી ગયુ છે. રીટેઈલ ઘરાકી સાવ ઠંડી પડી ગઈ છે.