રાજકોટ ઇન્કમટેકસએ 3771 કરોડનું કલેકશન કર્યુ

 રાજકોટ ઇન્કમટેકસએ 3771 કરોડનું કલેકશન કર્યુ
 રાજકોટ ઇન્કમટેકસએ 3771 કરોડનું કલેકશન કર્યુ

ભારતીય અર્થતંત્ર ધમધમી રહ્યું છે અને તેનો પ્રભાવ ટેકસ કલેકશન પર પડી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ આવકવેરા વસુલાત ટાર્ગેટ કરતા પણ વધુ થઇ હોવાનું જાહેર થયું છે. રાજકોટ રેન્જ ઇન્કમટેકસને ગત નાણાકીય વર્ષમાં  3542 કરોડનો વસુલાત લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તેની સામે 3771.93 કરોડ અર્થાત 106.49 ટકાની  વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

રાજકોટ આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે રાજકોટને ઇન્કમટેકસ કલેકશનનો 3145 કરોડનો ટાર્ગેટ હતો તેની સામે 3349.31 કરોડની વસુલાત કરવામાં આવી છે. જયારે જામનગરના 397 કરોડની વસુલાતનો ટાર્ગેટ હતો તેની સામે 4રર.6ર કરોડનું કલેકશન કરવામાં આવ્યું છે.  સુત્રોએ જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેકસ પેટે ગ્રોથ કલેકશન 1851.38 કરોડ થયું છે અને તે સામે 390.17 કરોડનું રીફંડ ચુકવવામાં આવ્યું છે. આમ 1461.ર1 કરોડનું નેટ કલેકશન થયું છે જે ટાર્ગેટ કરતા 116.80 ટકા થવા જાય છે. 

વ્યકિતગત કરદાતા પાસેથી 4410.71 કરોડનું ટેકસ કલેકશન કરવામાં આવ્યું છે અને તેમાં 2099.99 કરોડનું  રીફંડ આપવામાં આવ્યું છે તેમાં 2310.72 કરોડની વસુલાત થઇ છે. જે ટાર્ગેટ કરતા 100.86 ટકા થવા જાય છે.   કોર્પોરેટ તથા વ્યકિતગત સંયુકત ટેકસ કલેકશન ગ્રોસ 6262.09 કરોડ થયું છે. જેમાંથી 2490.16 કરોડ રીફંડ પેટે ચુકવવામાં આવતા નેટ કલેકશન 3778.93 કરોડ થવા જાય છે. 3542 કરોડના ટાર્ગેટ સામે 6.49 ટકા વધુ થયું છે.

કોરોના કાળ બાદ દેશભરનું અર્થતંત્ર ધમધમી રહ્યું છે તેમાં રાજકોટ કે સૌરાષ્ટ્ર પણ બાકાત નથી. રાજકોટ ઇન્કમટેકસના ચીફ કમિશ્નર જયંતકુમાર ઉપરાંત પ્રિન્સીપલ કમિશ્નર ઓફ ઇન્કમટેકસ આલોકસિંહ સહિતની ટીમ દ્વારા આવકવેરાની મહતમ વસુલાત માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેના ભાગરૂપે ટાર્ગેટ સિધ્ધ થઇ ગયો હતો.  સૌરાષ્ટ્રના મોટા ભાગના ક્ષેત્રો રાજકોટ ઇન્કમટેકસ હેઠળ આવી જાય છે. સિરામીક ટાઇલ્સ, જવેલરી, મશીનરી, ઓટો કોમ્પોનેટ, બ્રાસ પાર્ટ જેવા ક્ષેત્રોમાંથી મોટી વસુલાત થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.