હેપેટાઇટિસ કેસ બાબતે ભારત ચીન બાદ બીજા ક્રમે

હેપેટાઇટિસ કેસ બાબતે ભારત ચીન બાદ બીજા ક્રમે
હેપેટાઇટિસ કેસ બાબતે ભારત ચીન બાદ બીજા ક્રમે

ભારતમાં 2022 માં હેપેટાઇટિસ ઇ અને ઈ ચેપના કુલ 3.50 કરોડ કેસ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર ચેપની સંખ્યાના મામલે ભારત ચીન પછી બીજા ક્રમે છે.

હીપેટાઇટિસ એ લીવર ઉપરનો સોજો છે, તે જીવલેણ પણ હોઈ શકે છે. WHOના ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ-2024 અનુસાર, 2022માં વિશ્વભરમાં 254 મિલિયન લોકો હેપેટાઇટિસ બીથી પીડિત હતા.

જ્યારે હેપેટાઇટિસ સીથી પીડિત લોકોની સંખ્યા 50 મિલિયન હતી. ભારતમાં, 2022 માં હેપેટાઇટિસ બીના 2.98 કરોડ કેસ નોંધાયા હતા, જ્યારે 55 લાખ લોકો હેપેટાઇટિસ સીથી સંક્રમિત રહ્યા હતા.

ચીનમાં હેપેટાઇટિસ બી અને સીના કુલ કેસોની સંખ્યા 83 મિલિયન હતી, જે વિશ્વના કુલ કેસોના 27.5% છે. ભારતમાં આ સંખ્યા 3.5 કરોડ હતી. વિશ્વભરમાં આ સંક્રમણને કારણે દર વર્ષે 13 લાખ લોકો મૃત્યુ પામે છે.