રવિવારે વિનામુલ્‍યે હાડકાની તપાસ – નિદાન કેમ્‍પ

રવિવારે વિનામુલ્‍યે હાડકાની તપાસ - નિદાન કેમ્‍પ
રવિવારે વિનામુલ્‍યે હાડકાની તપાસ - નિદાન કેમ્‍પ

 રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉન ૨૯ વર્ષથી વિવિધ સેવા-સમાજ કલ્‍યાણના કાર્યોમાં કાર્યરત છે. ક્‍લબ દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-૬, પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેના રોડ ખાતે ગુજરાતની સર્વ પ્રથમ – એક અતિ આધુનિક ડાયાબિટીસ ને સમર્પિત રોટરી ‘લલિતાલય’ હોસ્‍પિટલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આગામી રવિવાર, તા.૧૪ના રોજ  રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા જાહેર જનતા માટે વિના મૂલ્‍યે હાડકાની તપાસ અને સચોટ નિદાન માટેના કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્‍પમાં હાડકાં તથા સાંધાના રોગ અને તકલીફ, ગરદન અને કમ્‍મરના દુઃખાવા, સંધિવા, ગઠિયો વા , અન્‍ય પ્રકારના વા, સ્‍નાયુ – માંસપેશીના દુઃખાવા અને રોગ, ફેક્‍ચર અને અન્‍ય હાડકાં, સાંધા, સ્‍નાયુની ઇજાઓ, ગોઠણ, ઘૂંટી , ખભાના તાણીયા, મિજાગરા ગાદીની ઇજાઓ, બાળકોને થતાં હાડકાંના રોગ, રસી – પાક-બગાડ, જન્‍મ જાત ખોડખાંપણ, સાંધા બદલવાના (જોઇન્‍ટ રિપલેસમેન્‍ટ) ઓપરેશન વિષેની તપાસ અને માહિતી, ફિઝિયોથેરાપી (કસરત) અંગે માહિતી અને માર્ગદર્શન વિના મૂલ્‍યે આપવામાં આવશે. શહેરના નામાંકિત ઓર્થોપેડીક સર્જન  ડો. કેતન ઠક્કર, ડો. નિશીથ સંઘવી, ડો. ભાવેશ સચદે, ડો. રોહન પારવાણી (બાળકોના ઓર્થોપેડીક સર્જન), વગેરે આ કેમ્‍પમાં પોતાની સેવા આપશે. જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે  એક્ષ-રે કાઢી આપવામાં આવશે. 

 કેમ્‍પ : રવિવાર, તા.૧૪- સમય : સવારે ૯:૦૦ થી ૧૦:૩૦, સ્‍થળઃ રોટરી લલિતાલય હોસ્‍પિટલ, ૬- ગીત ગુર્જરી સોસાઇટી, પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેનો રોડ, એરપોર્ટ રોડ, રાજકોટ. ફોન : ૯૪૦૯૩૩૦૦૩૪/૯૪૦૯૩૩૦૦૩૫.

તસ્‍વીરમાં ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્‍થાના અનિલભાઇ જસાણી, ડો.કેતન ઠક્કર, દિવ્‍યેશભાઇ અધેરા, શૈલેષભાઇ દેસાઇ, ડો.નીશીથ સંઘવી, ડો.રોહન પારવાણી નજરે પડે છે.(તસ્‍વીર : સંદીપ બગથરીયા)