અલ્લુ અર્જુન ‘પુષ્પા ૨’નું શૂટિંગ પૂર્ણ કરવામાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે અને દિગ્દર્શક સુકુમાર થિયેટરોમાં મોટી રિલીઝની તૈયારી કરી રહ્યા છે. જોકે આ ફિલ્મને એકદમ સિક્રેટ રાખવામાં આવી છે. નવા અહેવાલમાં જાણવા મળ્યું છે કે છ મિનિટના દ્રશ્યને શૂટ કરવા માટે નિર્માતાઓએ લગભગ ૬૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને આ દ્રશ્યને પૂર્ણ કરવામાં ૩૦ દિવસનો સમય લાગ્યો હતો. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્રશ્ય ગંગામ્મા જથારા અને લડાઈ દર્શાવે છે.
આ દરમિયાન એવા પણ સમાચાર છે કે પુષ્પા ૨નું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મે પહેલાથી જ વિશ્વવ્યાપી મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ટી-સીરીઝને રૂ. ૬૦ કરોડમાં વેચી દીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાર માએ તેલુગુ સેટેલાઇટ રાઇટ્સ પણ ખરીદ્યા છે. તેના પૈસા હજુ અજાણ છે. દરમિયાન, એવા સમાચાર છે કે નેટફિ્લક્સે ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવીને ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો ખરીદ્યા છે. નિર્માતાઓએ હજુ સુધી આ દાવાઓ પર ધ્યાન આપ્યું નથી અને ન તો કોઈ નિવેદન આપ્યું છે.આ અઠવાડિયાની શરૂઆતમાં, ચાહકોને ઁપુષ્પા ૨નું પ્રથમ ટીઝર જોવા મળ્યું. સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર પહેલું ટીઝર રિલીઝ કર્યું. અલ્લુ અર્જુને ટ્વિટર પર ટીઝર શેર કર્યું અને લખ્યું, જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું તમારો આભાર માનું છું. મારું હૃદય કળતજ્ઞતાથી ભરેલું છે. કળપા કરીને આ ટીઝર માટે મારી પદ્ધતિનો ઉપયોગ કરો.
ગયા વર્ષે અલ્લુ અર્જુને તેનું પુષ્પા ૨નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તેણે સાડી પહેરી હતી અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો હતો. બાદમાં ફિલ્મનું ફહાદ ફૈસીલનું લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, રશ્મિકાના જન્મદિવસ પર, નિર્માતાઓએ ફિલ્મમાંથી તેનો પહેલો લુક પણ શેર કર્યો હતો. અહેવાલ મુજબ, સંજય દત્ત પણ પુષ્પા ૨માં ખાસ ભૂમિકા ભજવશે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.