પીસ્‍તોલ આપનાર આરોપી શખ્‍સ ઝડપાયો

પીસ્‍તોલ આપનાર આરોપી શખ્‍સ ઝડપાયો
પીસ્‍તોલ આપનાર આરોપી શખ્‍સ ઝડપાયો

ત્રણેય દિવસ પહેલા ખાણ માલિકની હત્‍યામાં વપરાયેલી પીસ્‍તોલ આરોપીને જૂનાગઢના ઇશાંત ઉર્ફે દાદા ભીખાભાઇ જોષીએ આપ્‍યાનું ખુલ્લા પોલીસે ઇશાંતની અટક કરી છે.

ઉના તાલુકાના ઓલવાણ ગામે પથ્‍થરની ખાણના માલિક ભૂપતભાઇ રાજશીભાઇ રામ જાતે આહીરની તેમને ત્‍યાં ખાણનો હિસાબ કિતાબ રાખતો મેતાજી ભીમભાઇ ઉર્ફે ભીમો કરશનભાઇ ટાપરિયા ગઢવી રે. ઉના વાળા એ દેશી પિસ્‍ટરથી એક રાઉન્‍ડ ફાયરિંગ કરી હત્‍યા કરી નાખી હતી.

પોલીસે આરોપીને પકડી કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્‍ડ મેળવી પુછપરછ કરતા તેમણે પી.એસ.આઇ પી.જે.બાંટવાને જણાવેલ કે આ હત્‍યમાં વપરાયેલ હથિયાર તેમણે મરણ જનારની ખાણમાં પાર્ટનર તરીકે જૂનાગઢના વાડલા ફાટક પાસે રહેતા ઇશાંત ભીખાભાઇ જોષી પાસેથી પાંચ છ મહિના પહેલા લીધેલ હતું. પોલીસે માહિતી મેળવી હથિયાર આપનાર ઇશાંત ઉર્ફે દાદા ભીખાભાઇ જોષીને જૂનાગઢ વાડલા ફાટક પાસેથી પકડી પુછપરછ કરતા મર્ડરમાં વપરાયેલ હથિયાર તેમણે આપેલની કબુલાત આપતા તેમની અટક કરી કાર્યવાહી કરી હતી.

આ હથિયાર આપનાર ઉપર આરોપી સામે અગાઉ માંગરોળ, રાજકોટ માલવીયાનગર, જામનગર, રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન, જૂનાગઢ પોલીસ સ્‍ટેશનમાં કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે.