20 ટકા વ્યાજે રૂપિયા આપી માર માર્યાના ગુનામાં આગોતરા જામીન અરજી મંજુર

20 ટકા વ્યાજે રૂપિયા આપી માર માર્યાના ગુનામાં આગોતરા જામીન અરજી મંજુર
20 ટકા વ્યાજે રૂપિયા આપી માર માર્યાના ગુનામાં આગોતરા જામીન અરજી મંજુર

શહેરમાં 20 ટકા વ્યાજે રૂપિયા આપી માર માર્યાના ગુનામાં આરોપી અજય તેજાભાઈ માલા (રહે. સોમનાથ સોસાયટી, રાજકોટ)ની આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હતી આ કેસની હકીકત એવી છે કે, ભાવેશભાઈ રસીકલાલ પારેખ, આર્યા ફેશનના નામથી નાઈટડ્રેસનો વેપાર-ધંધો કરે છે અને તા. 10/3/2024 નાં રોજ તેમની દુકાને હોય ત્યારે આરોપી અજયભાઈ તથા અજાણ્યા ત્રણ માણસો ફરિયાદીની દુકાને આવી ફરિયાદીને અજયભાઈએ અપશબ્દો કહીં, કહેવા લાગેલ કે, તું પોલીસ સ્ટેશનમાં મારા વિરૂધ્ધ શું કામ ખોટી ફરિયાદ કરેશ. તેમ કહીં અજયભાઈ અને અજાણ્યા માણસોએ ધોકો વડે ફરિયાદીને માથાનાં ભાગે ઘા મારેલ. આરોપીઓથી બચવા ફરિયાદી દોડીને મવડી રોડ પર આવેલ તેમના મિત્રની દુકાને જઈ માલવીયા નગર પોલીસ સ્ટેશન આવેલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ. માલવીયનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી 323, 324, 504, 506(2), 114 તથા જી.પી.એકટની કલમ-135 મુજબ ફરિયાદ નોંધી હતી પછી આઇપીસી 384 તથા મની લેન્ડીંગ એકટની કલમ-5, 40, 42 નો ઉમેરો દાખલ કરેલ હતો.

આરોપી અજયે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે નામંજુર થતા એડવોકેટ સ્તવન મહેતા મારફત ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. હાઈકોર્ટનાં ન્યાયમુર્તિ દ્વારા આરોપીના એડવોકેટ, સરકારી વકીલ તથા તપાસ કરનાર અધિકારીની એફીડેવીટને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી શરતોને આધિન મંજુર કરતો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી વતી ધારાશાસ્ત્રી અજય જોષી, સ્તવન જી. મહેતા, પ્રિયાંક ભટ્ટ, નિકુંજ એમ. શુકલા, બ્રિજેશ ચૌહાણ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી તથા મદદનીશ તરીકે કશ્યપ એમ. પંડયા, પ્રદિપ પરમાર, નિશાંત ચાવડા, સત્યસિંહ જાડેજા, અને ઋષિત રોહિત તેમજ હાઈકોર્ટમાં એડવોકેટ પ્રતિક જસાણી રોકાયેલ હતા.