એસિડ ગટગટાવી મહિલાનો આપઘાતનો પ્રયાસ

એસિડ ગટગટાવી મહિલાનો આપઘાતનો પ્રયાસ
એસિડ ગટગટાવી મહિલાનો આપઘાતનો પ્રયાસ

શહેરના મોરબી રોડ પરની સોસાયટીમાં રહેતા ભાવનાબેન નામના 40 વર્ષીય મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સવારના સાડા દસેક વાગ્યાના સુમારે પોતાની ઘરે એસિડ પી લીધું હતું.

જોકે પરિવારજનોને જાણ થતાં સમય સૂચકતા જોઈ સારવાર સર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવેલ. અહીં મહિલા સારવાર હેઠળ છે. 

પરિજનોએ જણાવ્યું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે. માનસિક બીમારીથી પગલું ભર્યાનું અનુમાન છે. પોલીસે તપાસ હાથ ધરી છે.