સૌરાષ્ટ્ર યુનિ.માં રૂ।.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ સ્પોર્ટસ સકુંલની અવદશા

સૌરાષ્ટ્ર યુનિ.માં રૂ।.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ સ્પોર્ટસ સકુંલની અવદશા
સૌરાષ્ટ્ર યુનિ.માં રૂ।.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ સ્પોર્ટસ સકુંલની અવદશા

સૌરાષ્ટ્ર યુનિ.માં રૂ।5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ સ્પોર્ટસ સંકુલ માત્ર છ માસમાં જ અવદશામાં મૂકાય જવા પામેલ છે. તેમ વિદ્યાર્થીનેતા રોહિત રાજપુતે એક નિવેદનમાં જણાવેલ છે. રોહિત રાજપુતે જણાવેલ છે કે સૌ.યુની. હંમેશવિવાદોમા રહેવાનો અને છબી ખરડાવામાં મહદઅંશે ફાળો રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ જવાબદાર ઠેરવી શકાય.જાણે સરકારને આ યુની.બાબતે કોઇ જાતનો રસ જ ના હોય તેવુ ચિત્ર ઉપજી રહ્યું છે.

અનેક વખત રાજ્યસરકારના શિક્ષણમંત્રી કેમ્પસમા કાર્યક્રમોમા હાજરી આપી કાયમી કુલપતિની નિમણુંક મામલે મુખ્યમંત્રીના ટેબલ પર જ ફાઈલ હોવાનું કહી લોલીપોપો આપી જતા રહે છે પરિણામે તત્કાલ કાર્યકારી કુલપતિ પણ નિષ્ક્રિય હોય તેમ કેમ્પસની પરિસ્થિતિ દરેક બાબતે કથળતી જતી જાય છે.

બીજી તરફ યુનિ.કેમ્પસમાં 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલમા ઇન્ડોર સ્ટેડિયમમા સફાઇના અભાવે અને મેઇન્ટેનન્સના અભાવે એક રમતવીર લપસી જતા ઘવાયો હતો.

ઉપરોક્ત વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી આવીને આવી અવદશા સંકુલની હોય છતાં એક પણ સતાધિસે આ સ્થિતિનુ નિરીક્ષણ બાબતે તસ્દી લીધી નથી. આખા સ્પોર્ટ્સ સંકુલમાં પીવાનું પાણીની સુવિધા નથી.